Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સાધુ વાસવાણી રોડ ઉપર ખોદકામ દરમિયાન બિલ્ડીંગની દિવાલ ધરાશાહી

તપાસ કરવા લતાવાસીઓ દ્વારા તંત્રને રજૂઆત

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ શહેરનાં સાધુ વાસવાણી રોડ ઉપર સોપાન હેબીટેડ, બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થતા લતાવાસીઓ દ્વારા તપાસની માંગણી કરી છે.

આ બિલ્ડીંગની બાજુમાં ખોદકામ થતુ હોવાથી આ દુર્ઘટના સર્જાય હોવાનું જણાવીને તપાસની માંગ કરી છે.

(3:56 pm IST)