Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વોર્ડ નં.૨માં અમરજીતનગરમાં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહૂર્ત

રાજકોટ :વોર્ડ નં.૦૨માં એરપોર્ટ રોડ પર આવેલ અમરજીતનગરમાં ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત વોર્ડ નં.૦૨ના પ્રભારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨નાં કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨નાં કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૨નાં કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨નાં કોર્પોરેટર સોફીયાબેન દલનાં હસ્તે કરવામાં આવ્યું. તે વખતની તસ્વીર. આ પ્રસંગે વોર્ડ નં.૦૨ ભાજપના પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ ભાજપના મહામંત્રી દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા, ધર્મેન્દ્રભાઈ મિરાણી, ગુલાબસિંહ જાડેજા, નીલેશભાઈ વ્યાસ, રાજુભાઈ પારેખ, ઓજેફાભાઈ સાકીર, નીલેશભાઈ તેરૈયા, હાર્દિકભાઈ વોરા, રાજેન્દ્રસિંહ ગોહેલ, લક્ષ્મણભાઈ ભરવાડ, મુસાભાઈ, ચેતનભાઈ ચૌહાણ, જયરાજસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:52 pm IST)