Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

માર્કેટીંગ યાર્ડ ટ્રાન્સપોર્ટ નગરમાં જુગાર રમતા ઉકો, ભરત અને બીજલ પકડાયા

રાજકોટ, તા.,૧૯: શહેરના માર્કેટીંગ યાર્ડ પાસે ટ્રાન્સપોર્ટનગરમાં આજી ડેમ પોલીસે ત્રણ શખ્સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ માર્કેટ યાર્ડ ટ્રાન્સપોર્ટનગરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની આજી ડેમ પોલીસ મથકના કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.ઝાલા, હેડ કોન્સ. કૌશેન્દ્રસિંહ, ઇન્દ્રસિંહ, કુલદીપસિંહ, ધર્મેન્દ્રસિંહ, ઉમેદભાઇ તથા ભીખુભાઇ સહીતે ટ્રાન્સપોર્ટનગરમાં દરોડો પાડી બંધ ટ્રકની વચ્ચે જુગાર રમતા માર્કેટીંગ યાર્ડ સાગરનગર શેરી નં.૪ના ઉકા સામતભાઇ ઝાપડા, યુવરાજનગર મફતીયા પરા-૧ના ભરત મનજીભાઇ મકવાણા અને બેડીપરા કેશરી પુલ પાસે રહેતા બીઝલ જીવાભાઇ પરમારને પકડી લઇ રૂ. ૧૧૪૦૦ની રોકડ સહીતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

વરલી ફીચરનો જુગાર રમતો હર્ષદ પકડાયો

ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ.બી.જોગરાણા, એએસઆઇ બી.આર.ગઢવી, સી.એમ.ચાવડા, હેડ કોન્સ. સંતોષભાઇ મોરી, જયંતીભાઇ ગોહેલ, અભીજીતસિંહ જાડેજા, કરણભાઇ મારૂ, ઇન્દ્રજીતસિંહ ગોહીલ, અશોકભાઇ ડાંગર સહીતે બાતમીના આધારે કુવાડવા રોડ પર લાતી પ્લોટ શેરી નં. ૧૦માં દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા હર્ષદ ખોડીદાસભાઇ મહેતા (રહે. ભાવનગર રોડ મનહરપરા શેરી નં. પ)ને પકડી લઇ રૂ. ૩૬૬૦ ની રોકડ સહીત રૂ. ૪૧૬૦ની મતા કબ્જે કરી હતી.

(3:41 pm IST)