Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

૧૦૮ દારૂની બોટલના કેસમાં મારૂતિ કારનો કબજો માલીકને પરત સોંપવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ તા. ૧૯: મોરબી જિલ્લાના એલ.સી.બી. દ્વારા તા. ૬-૧-ર૦ર૦ના રોજ ૧૦૮ ઇંગ્લીશ દારૂની ૧૦૮ બોટલો સાથે પકડાયેલ મારૂતિ સ્વીફટ કાર છોડવા ગુજરાત હાઇકોર્ટએ હુકમ કરેલ છે.

ફરીયાદની વિગતો મુજબ તા. ૦પ-૦૧-ર૦ર૦ની રાત્રે જિલ્લા એલ.સી.બી.ના પી.આઇ. વિ. બી. જાડેજા તેના સ્ટાફ સાથે જનરલ નાઇટ કોમ્બીંગમાં હતા. ત્યારે ખાનગી બાતમીદાર મારફત મળેલ માહિતી મુજબ મોરબીથી પીપળી રોડ ઉપર આવેલ એફીલ સીરામીક જવાના કાચા રસ્તા ઉપર અમુક ઇસમો દ્વારા ગાડીમાં દારૂની હેરફેર કરવાની ભરોસાપાત્ર ચોકકસ માહિતી મળેલ. જેથી બે પંચોને હકીકતની સમજ કરી, પ્રાથમિક પંચનામું કરી, સવારના પ-૩૦ કલાકે એફીલ સીરામીક જવાના કાચા રસ્તા ઉપર જતાં એક મારૂતિ સ્વીફટ સફેદ કલરની ગાડી પડેલી હતી. જેમાં ત્રણ ઇસમો હતા. જે ગુટકા ભરવાના થેલાઓ .તારતા હતા. જેથી તે વાહનને કોર્ડન કરી ત્રણેય શખ્સોને પકડી પાડવામાં આવેલ અને પંચોની ઓળખ આપી, ગાડીમાં પડેલ અને ગાડી બહાર થેલા તપાસતા તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય અંગ્રેજી દારૂની બોટલ મળી આવેલ આ બાબતે દારૂ માંગવાની પરમીટ માંગતા તેઓ પાસે પરમીટ નહીં હોવાનું જણાવેલ અને ત્રણેય શખ્સોનું નામ પુછતાં મોમાઇભાઇ નાગહ, બાબુભાઇ ધનાભાઇ તથા કમલેશ રગીયા હોવાનું જણાવેલ જેથી પોલીસ અધિકારીશ્રીએ દારૂની સીલ બંધ ૧૦૮ બોટલ સાથે મારૂચિત સ્વીફટ કાર, મોબાઇલ વિગેરે કબ્જે કરેલ અને આરોપીઓ સામે પ્રોહિબીશન એકટની કલમ-૬પએઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(ર) મુજબના ગુના નોંધવાની કાર્યવાહી કરવામાં આવેલ.

ત્યારબાદ ઉપરોકત ગુનાના કામે કબ્જે કરવામાં આવેલ મારૂતિ સ્વીફટ કાર પરત મેળવવા મોરબી જિલ્લા અદાલતમાં અરજી કરવામાં આવેલ જે અરજીના જિલ્લા અદાલતએ નામંજુર કરેલ. જેની સામે ગુજરાત હાઇકોર્ટમાં મારૂતિ સ્વીફટ કાર પરત મેળવવા માટે કાનુની કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં બંને પક્ષકારોને સાંભળી ગુજરાત હાઇકોર્ટએ શરતોને આધિન ઉપરોકત ઉલ્લેખેલ વાહન-મારૂતિ સ્વીફટ કાર અરજદાર મોમાયાભાઇ રબારીને પરત સોંપી આપવા આદેશ કરેલ છે. આ કામમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં બ્રિજ વિકાસ શેઠ દ્વારા રજુઆત કરવામાં આવેલ અને રાજકોટના એડવોકેટ તરીકે ભાવેશ બાંભવા રોકાયેલ હતા.

(3:40 pm IST)