Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વરસે ભલે વાદળીને ભલે વાય, અંબા તારો દિવડો...

પવનપુત્ર ચોકમાં બાળાઓ આરતી કરશે ગરબા ગાશે

રાજકોટ : પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા તથા પવન પુત્ર ગરબી મંડળના પ્રમુખ રઘુભાઇ બોળીયાની યાદીમાં જણાવાયું છે કે શકિત અને ભકિતનો સમન્વય એવા 'મા' જગદંબાની આરાધના પર્વનો આજથી પ્રારંભ થયો છે. આજે સવારે સોરઠીયા વાડી ચોક પાસે આવેલ પવનપુત્ર ચોક ખાતે પવનપુત્ર ગરબી મંડળના આયોજકો દ્વારા 'મા' જગદંબાની આરાધના, પૂજન, અર્ચન, ઘટ સ્થાપન, મહાઆરતી અને થાંભલીરોપણનો કાર્યક્રમ સાદગીપૂર્ણ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, રાજકોટ મહાનગરપાલિકા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકરના સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. અને ભુદેવો દ્વારા વૈદોકત મંત્રોચ્ચાર સાથે અને 'જય અંબે'ના ઘોષ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

(2:42 pm IST)