Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વોર્ડ નં ૧ના વિવિધ વિસ્તારો રૂ. ૧.૯૪ કરોડના ખર્ચે પેવિંગ બ્લોકથી મઢાશે

કોર્પોરેટર આશિષ વાગડીયા, અંજનાબેન મોઝરીયા તથા દુર્ગાબેન જાડેજાના પ્રયત્નો સફળ

રાજકોટ તા. ૧૭ : મહાનગરપાલિકાની ગઇકાલે મળેલ સ્ટેન્ડીંગ કમિટિની મીટીંગમાં વોર્ડ નં. ૧ના વિવિધ વિસ્તારોમાં રૂ. ૧.૯૪ કરોડના ખર્ચે વિકાસ કામો મંજુર કરવામાં આવતા વોર્ડ નં. ૧ના કોર્પોરેટર આશિષભાઇ વાગડિયા, અંજનાબેન મોરજરીયા તથા દુર્ગાબા જાડેજાના પ્રયત્નો સફળ થયા છે.

આ અંગે કોર્પોરેટરોની યાદીમાં જણાવ્યા મુજબ વોર્ડ નં. ૧માં રૂ. ૧૬,૩૦,૯૦૫ના ખર્ચે આલાપ ગ્રીન સિટીના ખુલ્લા પ્લોટમાં જનભાગીદારી યોજના હેઠળ આશરે ૨૪૩૫ ચોરસ મીટર એરીયામાં રૂ. ૨૧,૩૮,૩૬૨ના ખર્ચે લાભદીપ સોસાયટી (સૂચિત)માં રસ્તાની સાઇડ સોલ્ડરમાં જનભાગીદારી યોજના હેઠળ આશરે ૩૦૦ ચોરસ મીટર એરિયામાં તથા રૂ. ૪૭,૪૯,૦૩૮ના ખર્ચે ગૌતમનગરમાં રસ્તાની સાઇડ સોલ્ડરમાં જનભાગીદારી યોજના હેઠળ આશરે ૬૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં રૂ. ૨૫,૩૩,૨૮૨ના ખર્ચે અક્ષરનગર શેરી નં. ૧, ૪ (પાર્ટ), ૫ તથા હરીઓમ સોસાયટીમાં જનભાગીદારી યોજના હેઠળ આશરે ૩૭૦૦ ચોરસ મીટર વિસ્તારમાં તેમજ રૂ. ૪૫,૪૯,૧૧૫ના ખર્ચે સત્યનારાયણનગર તથા કષ્ટભંજન સોસાયટીમાં રસ્તાની સાઇડ સોલ્ડરમાં જનભાગીદારી યોજના હેઠળ આશરે ૬૩૨૦ ચોરસ મીટર એરિયામાં તથા રૂ. ૩૮,૦૭,૬૬૨ના ખર્ચે મોચીનગર-૬ શેરી નં. ૧ થી ૭માં રસ્તાની સાઇડ સોલ્ડરમાં જનભાગીદારી યોજના હેઠળ આશરે ૫૨૫૦ ચોરસ મીટર સહિતના એરિયામાં પેવિંગ બ્લોક નાખવાનું કામ મંજુર કરાવવામાં આવ્યું. આ કામ થવાથી વિસ્તારવાસીઓને વધુ સારા રોડ રસ્તાની સુવિધા મળી રહેશે.

(2:41 pm IST)