Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

રાજકોટમાં તોફાની વરસાદથી ૪૦% વિસ્તારમાં અંધારપટ છવાયોઃ ૧૯ ફીડરો ધડાધડ ઉડયા

ફરીયાદોનો ધોધઃ મોડીરાત સુધી કામગીરીઃ સવારે ૧૧ વાગ્યે બધુ કલીયર થયું

રાજકોટ તા. ૧૯ :..  રાજકોટમાં મેઘરાજા ગઇકાલે રાત્રે ૭ થી ૯ વચ્ચે ધડાધડ તૂટી પડયા હતા, તો સાથોસાથ ૩પ થી ૪૦ કિ. મી. ઝડપે તોફાની પવન પણ ફુંકાયો હતો, અને તેના પરીણામે રાજકોટ વીજ તંત્રના સ્ટાફને મોડી રાત સુધી દોડધામ થઇ પડી હતી.

અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે ભારે વરસાદને કારણે રાજકોટના ૪૦ ટકા વિસ્તારમાં અંધારપટ છવાયો હતો, ફરીયાદોનો ધોધ વહયો હતો, વ્યકિતગત  પ૪ ફરીયાદો આવી હતી, જેમાંથી ૪ ફરીયાદો પેન્ડીંગ રહેલ તે  આજે સવારે ૧૧ વાગ્યા સુધીમાં કલીયર કરી લેવાઇ હતી.

જે ફીડરો ધડાધડ ઉડયા તેમાં એચ. ટી. ૧ ના સહકાર, અમીધારા, આર્યનગર ફીડર, એચ. ટી.-રના ગાયકવાડી, મવડી, ટેક્ષ, જીમખાના, રોયલ પાર્ક અને નિર્મલા રોડ ફીડર, એચ. ટી.-૩ ના નવાગામ, વૃંદાવન, ભારત સ્ટીલ, ધારા, ન્યારી, એટલાસ, મીરાનગર, અયોધ્યા, સંતોષીનગર, અને સોમનાથ ફીડરમાં ફોલ્ટ આવ્યા હતા, અમુક વિસ્તારમાં જમ્પરો, ફાટયા હતા, દ્વારકા ફોર્મર ફેઇલ થયા હતા, લાઇનમેનોની ટીમોએ મોડી રાત સુધી કામગીરી કરી વીજ પુરવઠો યથાવત કર્યો હતો.

(11:36 am IST)