Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ઝેર પી લેનારા દ્વારકાના ટંકારીયા ગામના પાલાભાઇ કાગડીયાનું મોત

રાજકોટ તા. ૧૯: દેવભુમિ દ્વારકાના ટંકારીયા ગામના પાલાભાઇ પુંજાભાઇ કાગડીયા (ઉ.વ.૫૪) નામના કોળી પ્રોૈઢ ૧૨મીએ ઝેરી દવા પી જતાં સારવાર માટે  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાત્રીના મોત નિપજ્યું હતું.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કલ્યાણપુર પોલીસને જાણ કરી હતી. પાલાભાઇને સંતાનમાં ત્રણ પુત્ર છે. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. પરિવારજનોના કહેવા મુજબ નશો કરવાની આદત હતી અને નશાની હાલતમાં જ દવા પી ગયા હતાં. કારણ જાણવા પોલીસ વધુ તપાસ કરે છે.

(10:57 am IST)