Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ઘર પરિવારની જવાબદારી નિભાવતા નિભાવતા અલ્કાબેન દેવાણીએ ફાર્મસીમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

૪૨ વર્ષની વયે પણ અભ્યાસમાં અવ્વલ આવી શકાય તે પુરવાર કર્યુ : કાલે જન્મ્દિન

રાજકોટ તા. ૧૯ : ઘર પરિવારની જવાબદારી સંભાળતા સંભાળતા પણ અભ્યાસમાં અવ્વલ આવી શકાય છે તેવું રાજકોટના રઘુવંશી ગૃહીણી અલ્કાબેન સંજયભાઇ દેવાણીએ પુરવાર કરી બતાવ્યુ છે.

ભારતીબેન અને ધીરજલાલ રાજાના સુપુત્રી એવા અલ્કાબેને ૧૯૯૬ માં બીએસ.સી. સુધી અભ્યાસ કર્યા બાદ મેડીકલ સ્ટોર સંભાળતા ગ્રેજયુએટ સંજયભાઇ દેવાણી સાથે લગ્નગ્રંથીથી જોડાય ગયા હતા. પરંતુ કૌટુંબીક  જવાબદારી વચ્ચે પણ કઇક કરવાની ઇચ્છા જાગતા મોટાભાઇ સંજયભાઇ રાજા અને મોટાબહેન વૈશાલી કારીયાના માર્ગદર્શન હેઠળ એલ.આઇ.સી. એજન્ટ તરીકે ૨૦૧૨-૧૩ માં ઝંપલાવ્યુ. સારી પ્રગતિ કરી.

પણ હજુ કઇક ખુટતુ હોવાનું અનુભવતા મોટા બનેવી એવા ભાજપ અગ્રણી અને ચાના વ્યવસાય સાથે સંકળાયેલા દિનેશભાઇ કારીયાના માર્ગદર્શનથી ૨૦૧૭ માં ફાર્મસીમાં ૪૨ વર્ષની વયે અભ્યાસ શરૂ કર્યો. ૩ બાળકો સહીત ઘર પરિવારની જવાબદારી વહન કરતા કરતા તેમણે તેજસ્વીતા પુરવાર કરવાનો મનસુબો બનાવી લીધો. જોગ જોતામાં ફાર્મસીનું પરિણામ આવ્યુ અને અલ્કાબેન દેવાણી ગોલ્ડ મેડલના હકકદાર બન્યા. આમ કઇક સિધ્ધી મેળવવી જ હોય તેમને ઉંમરના સીમાડા નડતા નથી તે વાત પુરવાર કરી બતાવ.

એટલુ જ નહીં તેમના સંતાનો પણ અભ્યાસમાં તેજસ્વી છે. જોગાનુજોગ આવતીકાલે તા. ૨૦ ના અલ્કાબેન દેવાણીનો જન્મ દિવસ પણ છે. તેમના ઉઠર ઠેરઠેરથી શુભકામનાઓ વરસી રહી છે.

(3:42 pm IST)