Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ઉધાર માલની ખરીદી પેટે આપેલ ચેક રીટર્ન કેસમાં આરોપીની એક વર્ષની સજા

રાજકોટ, તા.૧૯: 'ઉધાર માલની ખરીદી પેટે આપેલા ચેકો રીટર્ન થતા ભાઇ ભરોશે એન્ટરપ્રાઇઝનાં માલીકને સ્પેશીયલ નેગોસિયેબલ કોર્ટ' એક વર્ષની સજા ફટકારી હતી.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી મનોજભાઇ પાંભર કે.એમ.માર્કેટીંગનાં નામથી વેલ્ડીંગ રોડનું હોલસેલ તથા રીટેઇલ વેચાણ અંગેનો બીઝનેશ કરતા હોય અને રાજકોટના રઇશ પરેશભાઇ એસ.લીબાંસીયા એ ફરીયાદી પેઢી પાસેથી રૂ.૫,૦૯,૦૫૦/નો ઉધાર માલની ખરીદ કરેલ અને જે ઉધાર માલની ખરીદીની લેણી રકમ ચુકવવા પોતાના ખાતાનાં અલગ-અલગ કુલ ત્રણ ચેક રૂ.૯૦,૦૦૦/, ૯૦,૦૦૦/ અને રૂ.૨૧,૭૫૦/નાં કુલ ત્રણ ચેક લખી આપેલ જે ચેક બેંકમાં રજુ કરતા પુરતુ બેલેન્સ ન હોવાનાં કારણે પરત ફરેલ જેથી ફરીયાદીએ આરોપીને મૌખીક જાણ કરતા આરોપી ફરીથી બેંકમાં રજુ કરવા જણાવેલ જેથી ફરીયાદીએ તમામ ચેકો બેંકમાં ફરીથી બીજી વખત વસુલ થવા રજુ કરેલ અને તે ચેકો 'ફંડસ ઇનસફીસીયન્ટ' તથા 'પેમેન્ટ સ્ટોપ્ડ બાય ડ્રોઅર'નાં શેરા સાથે પરત ફરેલ.

ફરયાદીએ આરોપીને કાયદાની જોગવાઇ મુજબ લિગલ ડિમાન્ડ નોટીસ મોકલેલ જે નોટીસ બજી જવા છતા આરોપી તરફથી ચેકોની રકમની ચુકવણી ન થતા આરોપી વિરૂધ્ધ રાજકોટની સ્પેશ્યલ નેગોસિયેબલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ ફરીયાદી નામદાર કોર્ટમાં ચાલી જતા ફરીયાદી તરફે ઉધાર માલની ખરીદી કર્યા અંગેનું ઇનવોઇસ બીલ, તેને આનુસંગીક દસ્તાવેજો અને અસલ ચેક અને તેને લગતા દસ્તાવેજો રજુ કરવામાં આરોપી તરફથી ફરીયાદીની વિગત વાર ઉલટ તપાસ લેવામાં આવેલ અને આરોપી તરફથી પણ ઇનવોઇસ બીલ તથા ડીલીવરી મેમાઓ રજુ કરવામાં આવેલ અને ફરીયાદી તથા આરોપી તરફથી મૌખીક દલીલ તથા વિવિધ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટ મૌખીક દલીલ દરમ્યાન કોર્ટમાં રજુ કરવામાં આવેલ અને આરોપી તથા ફરીયાદીની દલીલો અને સમગ્ર રેકર્ડ ઉપરનો પુરાવો ધ્યાને લઇ નામદાર કોર્ટ ફરીયાદ વાળો ચેક આરોપીએ કાયદેસરના દેણાની ચુકવણી પેટે આપેલ હોવાનું તેમજ ફરીયાદ પક્ષ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એક' ની કલમ-૧૩૮ ના તમામ આવશ્યક તત્વો નિશંક પણે પુરવાર કરી શકેલ હોવાનું માની આરોપીને સી.આર.પી.સી.ની કલમ ૨૫૫(ર) અન્વયે તકશીર વાન ઠરાવી આરોપી પરેશભાઇ એસ.લીબાંસીયાને એક વર્ષની સાદી કેદની સજા ફરમાવેલ છે અને સી.આર.પી.સી. ની કલમ ૩૫૭ (૩) મુજબ ચેકો મુજબની રકમ ફરીયાદીને વળતર પેટે એક માસમાં ચુકવી આપવા અને નિષ્ફળ જાય તો વધુ છ માસની સજા કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે ફરીયાદી કે.એમ. માર્કેટીંગ વતી વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી હરેશભાઇ સી.ભટ્ટ, ગૌરવ તંત્રી, કિરણભાઇ રૂપારેલીયા, અનિરૂધ્ધ નથવાણી, અજય ચાંપાનેરી, અતુલ ચેખલીયા, શિવાની ચાંપાનેરી, તન્વી શેઠ, ક્રિષ્ના મારડીયા રોકાયેલા હતા.

(3:42 pm IST)