Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ગરબીની બાળાઓને મહાપ્રસાદ- લ્હાણી વિતરણ

રાજકોટઃ શ્રી સદગુરૂ પરિવાર ટ્રસ્ટ રાજકોટ દ્વારા પ્રાચીન પરંપરાને જીવંત રાખવા આવી ૧૦૧ ગરબીની બાળાઓને મહાપ્રસાદ લાણી આપવાની પરંપરાએ ધર્મ સાથે દેશની સંસ્કૃતિ અને દેશની અખંડતાને જીવંત રાખવાનું કાર્ય છે જેને હું બિરદાવું છુ તેવું ગોંડલ રામજી મંદિરના ગુરૂવર્ય પ.પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજે જણાવી આશીર્વચન પાઠવેલ.

આ પ્રસંગે અજતાગ્રુપના શાંતુભાઈ રૂપારેલીયા,વરિષ્ઠ પત્રકાર કાંતિભાઈ કતીરા, વિજયભાઈ નાગ્રેચા, કાકા સેલ્સ વાળા કિરીટભાઈ કારીઆ, નરેન્દ્રભાઈ નથવાણી, નીકીતાબેન નથવાણી, બજરંગ એગ્રોવાળા નીલેશભાઈ જોબનપુત્રા, પારૂલબેન જોબનપુત્રા,અમીચંદભાઈ હિન્ડોચા, દુર્લભજીભાઈ તન્ના, અશોકભાઈ હિન્ડોચા, યોગેશભાઈ જસાણી, લલીતાબેન રૂપારેલીયા,  સરોજબેન તન્ના અને જીતુભાઈ રાજદેવ,જતીનભાઈ કારીયા, બાલાભાઈ કક્કડ, રાજુભાઈ કચ્છી, મહેન્દ્રભાઈ નથવાણી, સહિતના ઉપસ્થિત રહયા હતા કાર્યક્રમનું સંચાલન ભુપેન્દ્રભાઈ કોટકે કરેલ. 

 સમગ્ર કાર્યક્રમ માટે દાનાબાપા ડાંગર  કરવેરા સલાહકાર ઈશ્વરભાઈ ખખ્ખરના માર્ગદર્શન હેઠળ જગદીશભાઈ બાટવીયા, ધવલભાઈ ખખ્ખર, ધવલભાઈ રાચ્છ અને કલ્પેશભાઈ જોબનપુત્રા વગેરે કાર્યરત રહેલ, ૧૫૦૦ બાળાઓન્ને પ્રસાદ તથા ૭૦૦ જેટલા ગુરૂભાઈઓએ મહાપ્રસાદનો લાભ લીધેલ . 

 રાજુભાઈ પોબરૂ, હરીશભાઈ લાખાણી, નીતિનભાઈ રાયચુરા, જગદીશભાઈ ગણાત્રા, ચંદુભાઈ પેઈન્ટર, રમેશભ્રાઈ રાચ્છ, ચંદ્રીકાબેન જોષી, ભરતભાઈ લાખાણી, મોહનલાલ મોરારજી (લાતીવાળા) વિગેરેનું માર્ગદર્શન મળેલ.

(3:42 pm IST)