Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની તમામ બેઠકો ભાજપ જંગી બહુમતીથી જીતશે :રાજુભાઇ ધ્રુવ

મહારાષ્ટ્ર-હરિયાણાની બે તૃતીયાંશ બેઠકો પર પક્ષ કેસરીયો લહેરાશે

રાજકોટ,તા.૧૯: ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની ૬ બેઠકો અને મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ તથા હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠકોની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યકત કરતા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની ૬ બેઠકો મહેસાણા–ખેરાલુ, બનાસકાંઠા–થરાદ, અમદાવાદ–અમરાઈવાડી, મહીસાગર–લુણાવાડા, પાટણ–રાધનપુર અને અરવલ્લી–બાયડ પરથી ભાજપનો જંગી બહુમતી સાથે વિજય થશે

ઉપરાંત ભાજપ મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભા ચૂંટણીની તમામ બેઠકોમાંથી ભાજપનો બે-તૃતીયાંશ બેઠકો પર બહુમતીથી વિજય થશે એ નિશ્યિત છે. વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બન્યાં બાદ કેન્દ્રમાં ભાજપ સરકાર અને ભાજપશાષિત રાજય સરકારોએ ગામડાઓ અને શહેરોમાં ડ્રેનેજ-રસ્તા, પાકા મકાનો, શૌચાલય, પીવાના પાણી અને વીજળી જેવી પાયાની સુવિધા આપી જન-જનનું મન-મન જીતી લીધું છે. નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં બનેલા નવા એરપોર્ટ, બસપોર્ટ, ઓવરબ્રીજ, અંડરબ્રીજ, આવાસ યોજનાનાં મકાનો, હોસ્પિટલો, શાળા, સંસ્થાનોએ ભારત અને તેના તમામ રાજયો માટે ભાજપ સરકાર શ્રેષ્ઠ હોવાનું પૂરવાર કર્યું છે.

નરેન્દ્રભાઈ મોદીની ઉજ્જલા યોજના, આયુષ્માન યોજનાનાં લાભ આજે લાખો લોકો ને મલી રહ્યા છે. ગરીબી, બેકારી, નિરક્ષરતા દૂર કરી રોજગારી આપવામાં ભાજપ સરકાર સફળ રહી છે. ભાજપનાં સુશાસનમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, સમાનતા જેવી તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ભારતમાં યોજાનારી પંચાયતથી પાર્લામેન્ટની કોઈપણ ચૂંટણી હવે કોંગ્રેસ માટે જીતવી અશકય લાગી રહી છે. આઝાદી બાદ કેન્દ્રમાં કોંગ્રેસ જ સૌથી વધુ સત્ત્।ામાં રહી છે, પરંતુ કોંગ્રેસે ગરીબોનાં પાયાનાં પ્રાણ પ્રશ્નોની કયારેય પરવા કરી ન હોવાનું પરિણામ મળી સુધીનું રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે.

મતદારો ભાજપને જીતાડવા ઉત્સાહિત બન્યા છે ત્યારે ગુજરાતની ૬ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનાં ભાજપ ઉમેદવારો તેમજ મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ તથા હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠકો પરથી ભાજપનાં ઉમેદવારો જંગી બહુમતી સાથે જીતશે તે બાબત નિર્વિવાદ છે એવું રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યુ હતુ.

(3:39 pm IST)