Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

મહિલા કોંગ્રેસ દ્વારા હરિયાણાના મુખ્યમંત્રીના પુતળા દહન

રાજકોટઃ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી વિષે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા આજે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના માર્ગદર્શન હેઠળ શહેર કોંગ્રેસ મહિલા પાંખ દ્વારા મનોહરલાલ ખટ્ટરના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળા, દિપ્તીબેન સોલંકી, સરોજબેન રાઠોડ, પ્રફુલ્લાબેન ચૌહાણ, ફેમીબેન ગોહેલ, હર્ષાબા જાડેજા, સોનલબેન ભાલોડી, દુરૈયાબેન મુસાણી, રીટાબેન વડેચા, રંજનબેન પારેખ, શાન્તાબેન મકવાણા, ચંદ્રિકાબેન વરાણિયા, હેતલબેન સહિતના કાર્યકરો જોડાયા હતા (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:39 pm IST)