Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

વોર્ડ નં. ૩ - પ - ૮ માં સેવાસેતુ યોજાયોઃ ર૬૧૮ અરજીનો નિકાલ

રાજકોટ તા. ૧૯: રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટીતંત્રને પ્રજાલક્ષી બનાવવાના હેતુથી નાગરિકોની વ્યકિતગત રજુઆતોનો તેમજ રાજય સરકારની તથા રાજકોટ મહાનગરપાલિકાની યોજનાઓ સંબધિત પર્શ્નો સ્થળ ઉપર જ નિકાલ થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં-૩,૫,૮ માં પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ત્રણ ઝોનમાં કુલ ર૬૧૮ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ સેવાસેતુ કાર્યક્રમમાં વોર્ડ નં-૦૮માં અમીના માર્ગના છેડે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, કોર્પોરેશન ગ્રાઉન્ડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી ઉદીતભાઈ અગ્રવાલ, શહેર મહામંત્રી દેવાંગભાઈ માંકડ, પૂર્વ સાંસદ હરીભાઈ પટેલ, ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ, કોર્પોરેટર જાગૃતિબેન દ્યડિયા, બાગ બગીચા અને ઝૂ સમીતીના ચેરમેન વિજયાબેન વાછાણી, ડે. કમિશનર એ.આર.સિંહ, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ પાંભર, શહેર ભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ, શહેર ભાજપ મંત્રી રદ્યુભાઈ ધોળકિયા, વોર્ડ નં.૦૮ પ્રભારી નીતિનભાઈ ભૂત, વોર્ડ નં.૦૮ પ્રમુખ વી.એમ. પટેલ, વોર્ડ નં.૦૮ મહામંત્રી કાથડભાઈ ડાંગર, વોર્ડ નં.૦૮ મહામંત્રી રમેશભાઈ ચાવડીયા, કિરણબેન માંકડિયા, અલ્કાબેન કામદાર, રીટાબેન પટેલ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વોર્ડ નં.૦૩માં ભાટિયા હોલ, રેલ્વે સ્ટેશનની સામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, પૂર્વ મેયર જનકભાઈ કોટક, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર ગાયત્રીબા વાદ્યેલા, કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, અશોકસિંહ વાદ્યેલા, પૂર્વ કોર્પોરેટર જયશ્રીબેન પરમાર, વોર્ડ નં.૦૩ પ્રમુખ હેમુભાઈ પરમાર, વોર્ડ નં.૦૩ મહામંત્રી જગદીશભાઈ ભોજાણી, સુનીલ ટેકવાણી, મુકેશભાઈ પરમાર, અભયભાઈ વાદ્યેલા, અરુણાબેન આડેસરા, ઇલાબેન, ભુપેન્દ્રભાઈ શાહ, બાબભાઈ પરેસા, અભયભાઈ નાંઢા, દિગુભા જેઠવા, રવિભાઈ લાલ, સુરેશભાઈ રાઠોડ તથા અગ્રણીય આત્મારામભાઈ બેલાણી, કિશોરભાઈ ડેલાવાળા, લાલજીભાઈ ભોજાણી, શૈલેષભાઈ ઠાકર, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વોર્ડ નં.૦૫માં અટલ બિહારી ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ડે.કમિશનરશ્રી ચેતનભાઈ ગણાત્રા, એસ્ટેટ સમિતિ ચેરમેન પ્રીતીબેન પનારા, કોર્પોરેટરશ્રી દક્ષાબેન ભેસાણીયા, વોર્ડ નં.૦૫ મહામંત્રી મુકેશભાઈ ધનસોત, ધરમસિંહભાઈ નાથાણી, વલ્લભભાઈ નંદા, રસીલાબેન સકરીયા, મનુબેન રાઠોડ, સંજયભાઈ ચાવડા, દિનેશભાઈ ડાંગર  વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:36 pm IST)