Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પ્લેકસસ હોસ્પિટલમાં કાલે વિનામુલ્યે નિદાન કેમ્પ

જરૂરતમંદોને બ્લડ તપાસ, ફેફસાની તપાસ, ઇસીજી, કાર્ડીયોગ્રામ પણ વિનામુલ્યે

રાજકોટ તા. ૧૯ : સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ અને સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ દ્વારા પ્લેક્ષમ હોસ્પિટના તજજ્ઞ ડોકટરોના સહયોગથી કાલે તા. ૨૦ ના રવિવારે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે કાલે રવિવારે સવાવરે ૮ થી ૧ સુધી પ્લેકસસ હોસ્પિટલ, જલારામ હોસ્પિટલ બિલ્ડીંગ, અમીન માર્ગ ખાતે ખાતે યોજાયેલ આ કેમ્પમાં સંપૂર્ણ બ્લડ તપાસ, ફેફસાની તપાસ અને જરૂરી હોય તેઓને ઇસીજી તથા કાર્ડીયોગ્રામ, ફીઝીશ્યન કન્સલ્ટેશન અને ડાયેટીશ્યન કન્સલટેશન સંપૂર્ણ વિનામુલ્યે કરી અપાશે.

પ્લેકસ હોસ્પિટલના કો-ઓર્ડીનેટર સતિષભાઇએ જણાવ્યા મુજબ આ કેમ્પમાં તજજ્ઞ ડો. દિનેશ રાજ, ડો. અમિત રાજ, ડો. કેયુર પટેલ અને તેમની ટીમ સેવા આપશે.

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના સેક્રેટરી મહેશભાઇ નગદીયા, સોરાષ્ટ્ર વિકાસ પરિષદના ઉપપ્રમુખ જીમ્મીભાઇ અડવાણી, સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ રાજકોટના પ્રમુખ રાજુભાઇ ગોંડલીયા, નવરચિત એલાયન્સ કલબના કોર્ડીનેટર ડો. પીનાબેન કોટક, માયાબેન મણીયાર, પ્રશાંતભાઇ ગોહેલ, રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ શહેર પ્રમુખ મહેશભાઇ મહેતા, વાલી મંડળ કોર્ડીનેટર હંસાબેન સાપરીયા, મુકેશભાઇ કમાણી, યુથ ફોર ડેમોક્રેસી પ્રમુખ હિમ્મતભાઇ લાબડીયા સહીતનાઓની ટીમ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહેલ છે.

વધુ માહીતી માટે મહેશભાઇ નગદીયા (મો.૯૩૭૪૧ ૪૨૪૧૫) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કેમ્પ આયોજકો નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:33 pm IST)