Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

લક્ષ્મીવાડીના સોની હસુભાઇ માંડલિયાએ દિવાનપરા ચોકી પાસે ઝેર-ફિનાઇલ પીધું

મોટા ભાઇએ લીધેલી રકમના વહિવટમાં ચેક રિટર્ન થયા બાદ જામનગરના રહેવાસી તરફથી ઉઘરાણી થતાં ટેન્શનમાં હોવાથી પગલું

રાજકોટ તા. ૧૯: લક્ષ્મીવાડીમાં રહેતાં અને સોની બજારમાં ઈમિટેશનનું કામ કરતાં હસુભાઇ ભગવાનજીભાઇ માંડલિયા (ઉ.૫૮) નામના સોની પ્રોૈઢે દિવાનપરા પોલીસ ચોકી પાસે ફિનાઇલ પી લેતાં અને માથે વંદા મારવાની દવા પણ પી લીધા બાદ ઘરે જાણ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

હસુભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા છે અને સંતાનમાં એક પુત્રી તથા બે પુત્ર છે. તેણે જણાવ્યું હતું કે ૨૦૦૭માં તેમના ભાઇએ જામનગરના વિપુલભાઇ પાસેથી દસ લાખ રૂપિયા ધંધાના કામે લીધા હતાં. તેની સામે કટકે-કટકે સાતેક લાખ ચુકવી દીધા હતાં. ત્રણ લાખ ચુકવવાના બાકી હતાં. સિકયુરીટી પેટે તેને દસ લાખનો ચેક અપાયો હતો. આ ચેક બેંકમાં નાંખી તેણે રિટર્ન કરાવી કેસ કરાવતાં આ મામલે  વોરન્ટ નીકળ્યું હતું. તેમજ વિપુલભાઇએ અગાઉ પોતાના તરફથી ચુકવાયેલા પૈસાનું કોઇ લખાણ ન હોઇ તેમ જણાવી વધુ પૈસાની ઉઘરાણી કરતાં પોતાના ભાઇ ઘર છોડીને જતાં રહ્યા હતાં. બે દિવસથી પોતે પણ આ કારણે ટેન્શનમાં હોઇ જેથી ગઇકાલે બપોર બાદ ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ દિવાનપરા પોલીસ ચોકી પાસે ઝેર પી લીધું હતું.

(3:32 pm IST)