Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

કોર્ટનું વોરન્ટ નીકળતાં પતિ ઘર છોડી જતો રહેતાં નઝમાએ ઝેરી ટીકડી પીધી

મોરબી રોડ ગણેશનગરની પરિણીતા હોસ્પિટલના બિછાને

રાજકોટ તા. ૧૯: મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતી નઝમાબેન રાજેશ જાદવ (ઉ.૩૫) નામની મહિલાએ ઝેરી ટીકડી પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ અંગે ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસ મથકમાં જાણ કરી હતી.

નઝમાબેને રાજેશ જાદવ સાથે લવમેરેજ કર્યા છે. તેણીનો પતિ છુટક મજૂરી કરે છે. તેના કહેવા મુજબ પતિ એક કેસમાં જામીન પડ્યો હોઇ હવે એ વ્યકિત કોર્ટમાં મુદ્દતે હાજર રહેતો ન હોઇ પતિ રાજેશ વિરૂધ્ધ વોરન્ટ નીકળતાં તે કયાંક જતો રહેતાં તેના ટેન્શનને કારણે પોતે ઝેરી ટીકડી ગઇ હતી.

(3:31 pm IST)