Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સ્માર્ટ સીટીના શાસકોને અર્પણ પંચનાથ મેઈન રોડ પર પડેલા કચરાના ઢગલાઃ રોગચાળો ફાટી નિકળવાનો ભય

રાજકોટઃ કરોડો રૂપિયાના સ્માર્ટ સીટીના સપના બતાડતા શાસકોએ અત્રેના પંચનાથ મેઈન રોડ ઉપર એક લટાર લગાવવાની જરૂર છે. અહીં સહકારી બેન્કની સામે જંગી જથ્થામાં ભંગાર અને કચરાના ઢગલા પડેલા છે જે સ્માર્ટ સીટીના સપના દર્શાવતા શાસકો માટે શરમજનક કહી શકાય. છેલ્લા થોડા વખતથી આ મેઈન રોડ ઉપર એક મકાનની બહાર ભંગાર અને કચરો પડેલો છે પરંતુ તે હટાવવા કોઈ કાર્યવાહી થતી નથી તેવુ આ વિસ્તારના લોકોનું કહેવુ છે. વહેલી તકે જો આ કચરો દૂર કરવામાં નહિ આવે તો રોગચાળો ફાટી નીકળશે તેવી દહેશત પણ વ્યકત કરવામાં આવી છે. લોકોનું કહેવુ છે કે તંત્રવાહકોએ પ્રજાના પૈસે ગાડીમાં ફરવાના બદલે સ્કૂટર ઉપર કે બાઈકમાં લતે-લતે ફરી કચરા, રસ્તાની હાલત વગેરે અંગે જાત માહિતી લેવી જોઈએ. પાયાની સમસ્યાઓ પહેલા ઉકેલી બાદમાં સ્માર્ટ સીટીના સપના બતાડવા જોઈએ તેવુ લોકોનું કહેવુ છે. લોકોનું કહેવુ છે કે પ્રજાને સ્માર્ટ સીટી નહિ પણ કલીન સીટી જોઈએ છે કે જે રોગચાળાથી બચાવી શકે. જવાહર રોડની તદ્દન નજીક પડેલા આ કચરાના ઢગલા સામે કોર્પોરેશનના કોઈ અધિકારીનું ધ્યાન નથી ગયુ ? તે પણ એક સવાલ છે.

(3:31 pm IST)