Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

કાલથી RKCના યજમાનપદે ઓલ ઈન્ડિયન પબ્લીક સ્કુલ ક્રિકેટ ટુર્નામેન્ટ

ટેસ્ટ ક્રિકેટર યજુર્વેન્દ્રસિંહ બીલખા, કરસન ઘાવરી અને નિલેશ કુલકર્ણીની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન સમારંભ * દેશની ટોચની ૧૬ ટીમો ભાગ લેશે : રોમાંચક મુકાબલો જામશે

રાજકોટ : રાજકુમાર કોલેજ ખાતે પત્રકાર પરિષદમાં માહિતી આપતા યજુર્વેન્દ્રસિંહ બીલખા, નીલેશ કુલકર્ણી, પ્રિન્સીપાલ શંકરસિંહ અધિકારી, વાઈસ પ્રિન્સીપાલ શ્રી દાસ, એડમીનીસ્ટ્રેટર ચાકો થોમસ અને સ્પોટ્ર્સ ઈન્ચાર્જ મહેન્દ્રસિંહ ચૌહાણ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૯ : સૌરાષ્ટ્રનો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતી ધ રાજકુમાર કોલેજ રાજકોટ દ્વારા આવતીકાલથી પબ્લીક સ્કુલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે.

પત્રકાર પરિષદમાં કોલેજના પ્રિન્સીપાલ શ્રી શંકરસિંહ અધિકારીએ જણાવ્યુ હતુ કે, રાજકુમાર કોલેજ આજે ગૌરવભેર આ ઓલ ઈન્ડિયા પબ્લીક સ્કુલ કોન્ફરન્સ ક્રિકેટર ટુર્નામેન્ટ અન્ડર-૧૭ આયોજન કર્યુ છે. દેશની ટોચની ૧૬ ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

પ્રિન્સીપાલ શ્રી શંકરસિંહ અધિકારીએ વધુમાં જણાવ્યુ કે, ઓલ ઈન્ડિયા આઈપીએસસી ક્રિકેટ ટુર્નામેન્ટ અન્ડર-૧૭માં રાજકુમાર કોલેજ, રાજકોટ, ધ પંજાબ પબ્લીક સ્કુલ, યદવિન્દ્ર પબ્લીક સ્કુલ પટીયાલા, યદવિન્દ્ર પબ્લીક સ્કુલ મોહાલી, મોડર્ન સ્કુલ ન્યુ દિલ્હી, દિલ્હી પબ્લીક સ્કુલ, ન્યુ દિલ્હી, મોતીલાલ નેહરૂ સ્કુલ ઓફ સ્પોટ્ર્સ હરીયાણા, એમરલ્ડ હાઈટ્સ ઈન્ટરનેશનલ સ્કુલ ઈન્દોર, એલ.કે. સિંઘાણીયા સ્કુલ, ગોતાન, વલ્લભાશ્રમ સ્કુલ વલસાડ, બી.કે. બીરલા સેન્ટ્રલ ઓફ એજ્યુકેશન પુના, મેયો કોલેજ અજમેર, હંસરાજ મોરારજી પબ્લીક સ્કુલ, મુંબઈ સહિત ૧૬ ટીમો ક્રિકેટમાં કૌશલ્ય ઝળકાવવા  આવી છે. ક્રિકેટપ્રેમીઓને જોવા અનુરોધ કર્યો છે.

પત્રકાર પરિષદમાં યજુર્વેન્દ્રસિંહજી બીલખાએ અને નિલેશ કુલકર્ણીએ વર્તમાન ક્રિકેટ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

સૌરાષ્ટ્રની કલગી સમાન અને શહેરની સન્માનીત સંસ્થા રાજકુમાર કોલેજનાં યજમાન પદે તા.૨૦-૧૦-૨૦૧૯થી તા.૨૪-૧૦-૨૦૧૯ સુધી ઓલ ઇન્ડીયન પબ્લીક સ્કુલ કોન્ફરન્સ કિકેટ ટુર્નામેન્ટ(અન્ડર -૧૭) ૨૦૧૯નું આયોજન કરેલ છે. જેમા પુરા ભારતમાંથી ૧૬ ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટ પાંચ દિવસ સુધી રાજકોટ શહેરનાં ચાર કિકેટ ગ્રાઉન્ડ (૧) રાજકુમાર કોલેજ ગ્રાઉન્ડ (૨) એસ.એન.કે. વાડી ગ્રાઉન્ડ (૩) રાજકોટ પોલીસ ગ્રાઉન્ડ તેમજ (૪) વેસ્ટવુડ સ્કુલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કુલ ૩૩ મેચો લીગ-કમ-નોક આઉટનાં નિયમ મુજબ ભાગ લેશે. પસંદગી પામેલ ટીમો આગળ એસ.જી.એફ.આઈ. ની ટુર્નામેન્ટ રમવા સમર્થ ગણાશે.

આ સાથે ભાગ લેનાર ૧૬ ટીમોની યાદી સામેલ છે. સમારંભનું ઉદ્દઘાટન તા.૨૦-૧૦-૨૦૧૯નાં રોજ સવારે ૭.૩૦ વાગ્યે રાજકુમાર કોલેજ સાઉથ ગ્રાઉન્ડ ઉપર મુખ્ય મહેમાન ભારતીય ટીમનાં પુર્વ ટેસ્ટ કિકેટર કે. એસ. શ્રી યર્જુવેન્દ્રસિંહ બીલખા (ઓલ્ડ આરકેશીયન), પુર્વ ભારતીય ટેસ્ટ કિકેટર શ્રી નિલેશ કુલકર્ણી ઉપસ્થિત રહેશે.

ગત વર્ષ આ ટુર્નામેન્ટ મેયો કોલેજ, અજમેરમાં આયોજન થયેલ જેમા રાજકુમાર કોલેજની ક્રિકેટ ટીમ આ ટુર્નામેન્ટમાં રનર્સઅપ થયેલી હતી. રાજકુમાર કોલેજ ના ક્રિકેટર સ્નેહ સલેટને બેસ્ટ ઓલરઉન્ડરના ખિતાબ સાથે સન્માનીત કરવામાં આવેલ. સ્નેહ સલેટ આ વર્ષે પણ આ ટુર્નામેન્ટ માં રાજકુમાર કોલેજ કિકેટ ટિમના મુખ્ય ખેલાડી તરીકે રમશે જેમના પર ટીમ તથા કોલેજના વિદ્યાર્થીઓને ખુબ આશા છે.

પત્રકાર પરિષદનું આયોજન મનીષ એડ.ના શ્રી નિલેશ ત્રિવેદીએ કર્યુ હતું.

(3:30 pm IST)