Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ભગવતીપરામાં પરપ્રાંતિય પારૂલનું તાવથી મોત

બે દિવસથી તાવ સાથે ઉલ્ટીઓ પણ થતી હતીઃ રાતે સુતા બાદ સવારે ઉઠી જ નહિઃ ત્રણ માસની દિકરી મા વિહોણી

રાજકોટ તા. ૧૯: તાવ વધુ એકને ભરખી ગયો છે. ભગવતીપરા-૨માં રહેતી પારૂલ જોગીન્દર કઠેરી (ઉ.૨૨) નામની મુળ ઉત્તર પ્રદેશની પરિણીતા રાતે સુતા બાદ સવારે ન ઉઠતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરી હતી. તેણીને બે દિવસથી તાવ આવતો હતો.

મૃત્યુ પામનાર પારૂલના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં અને સંતાનમાં ત્રણ માસની દિકરી છે. પતિ જોગિન્દર છુટક કામ કરે છે. તેના કહેવા મુજબ બે દિવસથી તાવ આવતો હતો અને ઉલ્ટીઓ પણ થતી હોઇ કલીનીકમાંથી દવા લીધી હતી. રાતે  સુતા બાદ સવારે પોતે જગાડવા ગયો ત્યારે ન જાગતાં બેભાન હાલતમાં હોસ્પિટલે લાવ્યો હતો. પત્નિના મોતથી પતિ શોકમાં ગરક થઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરતાં એડી નોંધી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. તાવ કેવા પ્રકારનો હતો? તે અંગે આરોગ્ય તંત્ર તપાસ કરશે.

(1:10 pm IST)