Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

હુડકો ચોકી પાછળથી ચોરાઉ રિક્ષા સાથે સોહિલ અને અનિલ પકડાયા

ભકિતનગરના રણજીતસિંહ અને વાલજીભાઇની બાતમી પરથી કાર્યવાહીઃ ભાડા કરવા શાસ્ત્રી મેદાન નજીકથી ચોરી કરી નંબર પ્લેટ કાઢી નાંખી'તી

રાજકોટઃ ભકિતનગર પોલીસે રિક્ષા ચોરીનો ભેદ ઉકેલી સોહિલ ઇમ્તિયાઝભાઇ ચોૈહાણ (ઉ.૨૨-રહે. જંગલેશ્વર-૮, તવક્કલ ચોક) તથા અનિલ ધીરૂભાઇ રાજાણી (ઉ.૨૨-રહે. જુનો મોરબી રોડ, લાતી પ્લોટ-૧૦)ને ૮૦ ફુટ રોડ પર હુડકો ચોકી પાછળ ક્રિષ્ના ચોકમાંથી પકડી લીધા છે. આ બંને નંબર વગરની રિક્ષા લઇ ઉભા હોઇ અને આ રિક્ષા ચોરાઉ હોવાની બાતમી  હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા તથા કોન્સ. વાલજીભાઇ જાડાને મળતાં બંનેને સકંજામાં લઇ વિશેષ પુછતાછ કરતાં બંનેએ ગલ્લા તલ્લા કર્યા હતાં. પોલીસે પોકેટ કોપ મોબાઇલ એપથી તપાસ કરતાં રિક્ષાના માલિકનું નામ-સરનામુ મળતાં આ રિક્ષા બંનેએ એ-ડિવીઝન પોલીસની હદમાંથી ચોરી કર્યાનું કબુલતાં બંનેને અટકાયતમાં લઇ કાર્યવાહી કરી એ-ડિવીઝન પોલીસને સોંપ્યા હતાં. સીપી મનોજ અગ્રવાલ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ.એલ. રાઠોડ, પી.આઇ. વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, એએસઆઇ જયુભા પરમાર, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, સલિમભાઇ મકરાણી, મહેન્દ્રસિંહ ડોડીયા, વિક્રમભાઇ ગમારા, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ, હિતેષભાઇ, મયુરસિંહ, રાજેશભાઇ, મનિષભાઇ, રવિરાજભાઇ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. આ બંને પાસે ઘરની રિક્ષા ન હોઇ ભાડા કરવા માટે જરૂર હોવાથી ઉઠાંતરી કરી હોવાનું રટણ કર્યુ હતું.

(1:09 pm IST)