Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

લોકો તહેવાર શાંતિથી ઉજવી શકે તે માટે ડીસીપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વાહન ચેકીંગ અને ફૂટ પેટ્રોલીંગ

બજરંગવાડી, પુષ્કરધામ, સદર, આનંદ બંગલા ચોક, મવડી વિસ્તાર, બાપા સિતારામ ચોકમાં ઝુંબેશ : દિવાળીના તહેવારની લોકો શાંતિથી ઉજવણી કરી શકે તે માટે પોલીસનું દરરોજ ચેકીંગ ચાલુ રહેશે

રાજકોટઃ દિવાળીના તહેવારની લોકો શાંતિથી ઉજવણી કરી શકે એ માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની રાહબરીમાં ડીસપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ અત્યારથી જ વાહન ચેકીંગ, ભીડભાડવાળી જગ્યાઓ પર ફૂટ પેટ્રોલીંગ શરૂ કરાવ્યું છે. તેઓ પોતે પણ આ ઝુંબેશમાં જોડાય છે. ગત રાતે એસીપી દક્ષિણ જે. એસ. ગેડમ, પી.આઇ. બી.એમ. કાતરીયા, પી.આઇ. વી. વી. ઓડેદરા, પી.આઇ. એ. એલ. આચાર્ય, પી.આઇ. એન. એન. ચુડાસમા, પીએસઆઇ એન. ડી. ડામોર સહિતના સ્ટાફને સાથે રાખી ટીમો બનાવી બજરંગવાડી, પુષ્કરધામ વિસ્તાર, સદર બજાર, ફુલછાબ ચોક, આનંદ બંગલા ચોક, સ્વામિનારાયણ ચોક, મવડી વિસ્તાર, બાપા સિતારામ ચોક, ૮૦ ફુટ રોડ, જેવા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કરી વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. નાગરિકોને સુરક્ષાને ધ્યાને લઇ તેમજ તહેવારમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં દરરોજ આ રીતે વાહન ચેકીંગ, ફૂટ માર્ચ યોજવામાં આવશે.

(1:08 pm IST)