Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ખેડાના મિરાજાપુરમાં નિર્મિત પિરામીડ ધ્યાન હોલનું મંગળવારે ઉદ્દઘાટન

બુધવારથી શ્રી દયાળુ સ્વામિના સાનિધ્યમાં ત્રિ દિવસીય ધ્યાન શિબિર

રાજકોટ તા. ૧૯ : ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ડાકોર રોડ પર બસ સ્ટેન્ડ પાસે આવેલ ઁ આધ્યાત્મિક જ્ઞાન ધ્યાન કેન્દ્ર પિરામીડ આશ્રમ ખાતે 'પિરામીડ ધ્યાન હોલ' નો ઉદ્દઘાટન સમારોહ તા. ૨૨ ના મંગળવારે યોજવામાં આવેલ છે. ચરોતરની પવિત્ર ભુીમ પૂર્વમાં રાજા રણછોડ ડાકોર તથા પશ્ચિમમાં શ્રી સંતરામ મહારાજ મંદિર નડીયાદ આવેલ છે. આ બન્નેની વચ્ચે મીરજાપુરમાં અંડરગ્રાઉન્ડ તીર્થધામ પૂ. અવધેશજી મહારાજની ભાવના અને પ્રેરણાથી શ્રી દયાળુસ્વામીના વિચાર પ્રમાણે નિર્માણ કરાયુ છે. આ આશ્રમનું સંચાલન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શ્રી દયાળુસ્વામી સ્વયં સંભાળી રહ્યાછે. ૪૦-૫૦ વર્ષથી આધ્યાત્મિક જીવનયાત્રામાં અનેક ધ્યાન શિબિરો અને ધ્યાનની ગહનતાથી પરીપકવછે. તેઓ સારા સંગીતકાર હોવાથી સંગીતમય શાંતિ ચક્રો પર સંગીતની અસર તથા આનંદિત રહેવા માટે અંડરગ્રાઉન્ડ પિરામીડ તૈયાર કરેલ છે.

આ પિરામીડની વિશેષતા એ છે કે સતત ધ્યાનપૂર્ણ રહી સજાગતાથી હોંશપૂર્ણ ધ્યાન થઇ શકે છે. પિરામીડનાં નિર્વિચાર સ્થિતિ બને છે. આંતરિક મૌનનો અનુભવ થાય છે. પિરામીડના વઇબ્રેશન દુઃખ, પીડા, ડીપ્રેશન, ઉદાસીનતા તથા મનોરોગને આનંદમાં ફેરવે છે. પિરામીડના વાતાવરણમાં ધ્યાનનો, સંગીતનો, ચેતના શકિતનો અનુભવ કરી શકાય છે. આશરે બે વિઘામાં પથરાયેલ આશ્રમમાં આંબા, ચીકુ, સીતાફળ વગેરે વૃક્ષો લહેરાય રહ્યા છે.

ત્યારે આ નવનિર્મિત પિરામીડ હોલનો ઉદ્દઘાટન સમારોહ તા. ૨૨ ના મંગળવારે યોજેલ છે. જેમાં સવારે ૭ થી ૬ મંડળીઓ દ્વારા ભજન કિર્તન થશે. સવારથી ક્રમ પ્રમાણે પિરામીડ દર્શન, ધર્મગુરૂઓને નમન થશે. પિરામીડ દર્શન બાદ દરેક આમંત્રિત સાધુ સંતો, મહેમાનો અને પધારેલા તમામ માટે ભોજન વ્યવસ્થા કરાશે. રાત્રે ૭ વાગ્યે ધર્મસભા મળશે. જેમાં ધર્મગુરૂઓના વકતવ્યનો લાભ મળશે.

જયારે તા. ૨૩ થી રપ મીરામીડમાં ધ્યાન શિબિર રાખેલછે. જેમાં વિનામુલ્યે જોડાઇ શકાશે. માત્ર આ માટેની જાણ રીસેપ્શનમાં આઇ.ડી. પ્રુફ સાથે કરાવાવની રહેશે.

વિશેષ વિગતો માટે સ્વામિ સત્યપ્રકાશ  મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬ અથે દગયાળુ સ્વામી મો.૯૯૦૯૧૮૫૦૯૧ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:54 am IST)