Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

લાભ પાંચમે વ્યવસાયિક શુભારંભ માટે સવારે ૬.૪૦થી ૧૧ શ્રેષ્ઠ સમય

દીપાવલી કા ત્યોહાર આયા, સાથમેં ખુશીઓ કી બહાર લાયા : મંગળવારે ચોપડા ખરીદવાનું, ૨૭મીએ પૂજવાનું મુહુર્ત

રાજકોટઃ. જાણીતા ભાગવતાચાર્ય અને જ્યોતિષાચાર્ય શાસ્ત્રી શ્રી જનકભાઈ મહેતા-ડોડિયાળાવાળા (મો. ૯૪૨૬૪ ૩૦૨૪૫)એ દિવાળીના તહેવારોને અનુલક્ષીને શુભ મુહુર્તોની માહિતી પ્રસ્તુત કરી છે. તેમના જણાવ્યા મુજબ વ્યવસાયિક હેતુથી ચોપડા લાવવા માટેનું શુભ મુહુર્ત (પુષ્ય નક્ષત્ર) તા. ૨૨ મંગળવારે સવારે ૯.૩૦ થી ૧.૫૦ સુધી અને બપોરે ૩.૧૬થી ૪.૪૦ સુધીનું છે. તા. ૨૪મીએ ગુરૂવારે રમા એકાદશી છે. વાઘ બારસ અને ધનતેરસ તા. ૨૫મીએ શુક્રવારે સાથે છે. તે દિવસે લક્ષ્મીપૂજન અને ધનવંતરી ભગવાનના પૂજન માટે સવારે ૬.૪૦ થી ૧૧, બપોરે ૧૨.૨૦ થી ૧.૫૦, સાંજે ૪.૪૦ થી ૬.૧૦ અને રાત્રે ૯.૧૫ થી ૧૦.૫૦ સુધીનો સમય મંગલમય છે. તા. ૨૬મીએ શનિવારે કાળી ચૌદશ છે. તે દિવસે મહાકાળી, કાળ ભૈરવ અને હનુમાનજીનુ પૂજન કરવુ. જોગાનુજોગ આ વખતે શનિવારે કાળી ચૌદશ છે.

શાસ્ત્રી શ્રી જનકભાઈ મહેતાએ જણાવેલ છે કે તા. ૨૭મીએ રવિવારે દિવાળી છે. તે દિવસે ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન, શારદા પૂજન માટે સવારે ૮.૦૫ થી ૧૨.૨૦, બપોરે ૧.૫૦ થી ૩.૧૫, સાંજે ૬.૦૫ થી ૧૧ અને રાત્રે ૨.૩૦ થી ૪ વાગ્યા સુધીનો સમયગાળો શાસ્ત્રોકત દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. તા. ૨૮ સોમવારે નૂતન વર્ષ, ૨૯ મંગળવારે ભાઈબીજ અને ૧ નવેમ્બરે શુક્રવારે લાભ પાંચમ છે. દુકાન, ફેકટરી, કારખાના વગેરેમાં નવા વર્ષના વ્યવસાયિક શુભારંભ માટે સવારે ૬.૪૦ થી ૧૧ સુધી અને બપોરે ૧૨.૨૨ થી ૧.૫૦ વાગ્યા સુધીનો સમયગાળો શ્રેષ્ઠ છે. તા. ૩ નવેમ્બર રવિવારે જલારામ જયંતિ છે. તેના બીજા દિવસે સોમવારે ગોપાષ્ટમી છે. તે દિવસે ગાય પૂજનનું વિશેષ મહત્વ છે. તા. ૮ નવેમ્બર શુક્રવારે દેવ દિવાળી ઉજવાશે. તે દેવઉઠી એકાદશી તરીકે ઓળખાય છે. તે દિવસે તુલસી પૂજન, તુલસી વિવાહ અને વિષ્ણુ પૂજનનો મહિમા છે.

(11:52 am IST)