Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

રાજકોટ જિલ્લા ન્યાયખાતા કર્મચારી યુનિયન વર્ગ-૩ના સભ્યો પરિવારજનો સાથે ગરબે રમ્યા

રાજકોટઃ રાજકોટ જીલ્લા ન્યાયખાતા કર્મચારી યુનિયન (વર્ગ-૩નું કર્મચારી મંડળ) અને રાજકોટ જીલ્લા ન્યાયખાતાના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના કારોબારી સભ્યો દ્વારા મારૂતિ આંગન પાર્ટી પ્લોટ (બીગ બજાર પાસે), રાજકોટ મુકામે રાજકોટ જીલ્લા ન્યાયખાતા કર્મચારીઓના પરિવારો માટે નવરાત્રી મહોત્સવનું દાંડીયા રાસનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.

કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજકોટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ શ્રી મીસ ગીતા ગોપી તથા રાજકોટના એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજશ્રીઓ તેમજ અન્ય ન્યાયાધીશશ્રીઓ, આમંત્રિત મહેમાનો, જુદા જુદા જીલ્લામાંથી ન્યાયખાતા કર્મચારી યુનિયન (વર્ગ-૩)નાં પ્રમુખશ્રીઓ તથા હોદ્દેદારો તેમજ રાજકોટ જીલ્લા ન્યાયખાતા કર્મચારી વર્ગ-૩ તથા વર્ગ- ૪નાં કર્મચારીઓ સહપરિવાર સાથે દાંડીયા રાસની રમઝટ બોલાવેલ હતી.

સમગ્ર કાર્યક્રમનાં આયોજન માટે કોર્ટ મેનેજર શ્રી હમીરભાઈ છેતરીયા, રાજકોટ જીલ્લા ન્યાયખાતા કર્મચારી  યુનિયન (વર્ગ-૩)નાં પ્રમુખ દિગ્નેશ ભટ્ટ, ન્યાયખાતા કર્મચારી મંડળીનાં પ્રમુખ ભૃગુરાજસિંહ જાડેજા, સેક્રેટરી રાજેન શાહ, પ્રેમલ ગણાત્રા, ઉપપ્રમુખ આનંદ રાઠોડ તથા ધર્મેશ  મહેતા, જોઈન્ટટ સેક્રેટરી રીપલ વોરા, રવિ સોલંકી, પ્રવકતા રોહિત રાવલ તથા પિયુષ રૈયાણી, વ્યવસ્થાપક સભ્યશ્રીઓ બી.એચ. રાજયગુરૂ, કીરીટ ચૌહાણ, પરેશ ઠાકર, વિપુલ ભુત, હરકિશન રામાણી, મનિષ પંડયા, એસ.બી.તલાટીયા, ચેતન રાઠોડ, મહેશ પરમાર, મેઘજીભાઈ આહીર, એ.ડી.સીંધી, એચ.આર.ભડલીયા, સચિન ઠાકર, ધવલ ભુંભરીયા, ડી.યુ.જાડેજા, એચ.બી.પરમાર, એસ.એમ.ઝાલા, પી.પી.કારીયા વિગેરે સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. (મો.૯૦૯૯૧ ૦૮૦૦૦)

(11:51 am IST)