Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ડો.વસંત સાપોવડીયાની સુપર સ્પેશ્યાલીટી નેત્રદિપ આઈ હોસ્પિટલનું કાલથી નવપ્રસ્થાન

૧૯૯૯થી બસ સ્ટેશન પાછળ કાર્યરત હતા, નવો મુકામ ૧૫૦ ફૂટ રીંગ રોડ અયોધ્યા ચોક આધુનિક મીશનથી દર્દીઓની સેવામાં ડો.અવની સાપોવડીયા, ડો.અદિતિ સાપોવડીયા, ડો.હેમલ જસાણી, ડો.ભાવીન ટીલવા અને ડો.યોગેશ ખંડવી સહિતનાની ટીમ

રાજકોટઃ પત્રકાર પરીષદમાં માહિતી આપતા ડો.વસંત સાપોવડીયા, ડો.અવની સાપોવડીયા, ડો.અદિતિ સાપોવડીયા, ડો.હેમલ જસાણી સહિતના નજરે પડે છે.(તસ્વીરઃસંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૧૯: આંખના સર્જન તરીકે માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ નહિ પણ સમ્રગ ભારતમાં જેમનું નામ ભારે આદરથી લેવામાં આવે છે તે ડો.વસંત સાપોવડિયાની નેત્રદીપ આઈ હોસ્પિટલ હવે આવતીકાલથી નવા મુકામ પર નવપ્રસ્થાન કરે છે. રાજકોટમાં એસ ટી બસ સ્ટેશનની પાછળ ૧૯૯૯ થી નેત્રદીપ આઈઙ્ગ હોસ્પિટલની શરૂઆત કર્યા બાદ હવે ઝડપથી મેડિકલ ટુરિઝમનું હબ બની રહેલા ૧૫૦ ફિટ રોડ,માધાપર ચોકડીથી નજીક આવેલા અયોધ્યા ચોક પાસે ગુજરાતની સૌથી અદ્યતન આંખની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સ્વરૂપમાં નેત્રદીપ આઈ હોસ્પિટલનું નવપ્રસ્થાન રવિવારથ થશે.

લાખોથી પણ વધારે આંખની સર્જરી કરી છે તે ડો.વસંત સાપોવાડિયા અને તેમની એકસપર્ટ આઈ સર્જનોની . ફૂલ ટાઈમ સુપર સ્પેશિયાલિસ્ટ ટીમ દ્વારા આંખના નંબરથી માંડી આંખના તમામ ઓપેરેશન અને આંખની તમામ સારવાર માટેનું વન સ્ટોપ સોલ્યૂશન સ્વરૂપે આંખની નવી હોસ્પિટલ નેત્રદીપ આઈ હોસ્પિટલ રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નવપ્રસ્થાન થઈ.

ડો.વસંત સાપોવાડીયા ઉપલેટા જેવા નાના સેન્ટરમાં પણ શ્રેષ્ઠ અને અદ્યતન મશીન દ્વારા આંખના દર્દીઓની સેવાનો શુભારંભ ૧૯૮૭માં  કર્યા બાદ ૧૯૯૯માં તેઓ રાજકોટ શિફ્ટ થયા હતા અને ૧૯૯૯ બાદ તેમને આંખના નંબર ઉતારવાથી લઈને ટોપિકલ એનેસ્થેસિયા સાથે ફેંકો સર્જરીની શરૂઆત કરી હતી. હમેંશા નવી ટેકનોલોજીના ચુસ્ત હિમાયતી ડો.વસંત સાપોવાડીયા દ્વારા સૌથી આધુનિક મશીન રાજકોટમાં ઉપલબ્ધ બનાવીને દર્દીઓને મુંબઈમઅમદાવાદ કે અન્ય મોટા શહેરોમાં સારવાર લેવા  જતા અટકાવ્યા છે. ૨૦૦૪માં વેવ ફ્રન્ટ કસ્ટમાઈઝડ લેસિક સારવારની શરૂઆત સૌરાષ્ટ્રમાં કર્યા બાદ,૨૦૦૭માં ફેમટો લેસિક અને ૨૦૧૦માં આઇસીએલ સર્જરીની શરૂઆત પણ તેમને ટીમ દ્વારા કરવામાં આવી હતી. ડો વસંત સાપોવાડીયાએ એસ ટી બસ સ્ટેશન પાસે શરૂ કરેલી નેત્રદીપ આઈ હોસ્પિટલ ઉપરાંત પેડક રોડ, યુનિવર્સીટી રોડ તેમજ ધ્રોલમાં વી જી સાપોવાડીયા નેત્રરક્ષા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ચેરિટી હોસ્પિટલ શરૂ કરી છે જયાં અનેક દર્દીઓએ  ડો.વસંત સાપોવડીયા સહીત નિષ્ણાંત ડોકટરોની સારવારનો લાભ લીધો છે.

પત્રકાર પરિષદમાં વિશેષ માહિતી આપતા ડો.વસંત સાપોવાડિયા અને તેમની નિષ્ણાંત ટીમે જણાવ્યું હતું કે આ માત્ર આંખની હોસ્પિટલ નહિ પણ અમારા દર્દીઓ માટે આંખની સારવારનું વન સ્ટોપ સોલ્યુશન છે.હોસ્પિટલની વિશેષતા અંગે બોલતા ડો.વસંત સાપોવાડિયાએ જણાવ્યું હતું કે અહીં તમામ લેટેસ્ટ ટેકનોલોજી અને મશીન ઉપલબ્ધ બનાવાયા છે.અહીં રિલેકસ સ્માઈલ પધ્ધતિ,એડવાન્સ કેટલિસ્ટ ફેમટો કેટરેકટઅને તેવી બીજી અનેક અતિ આધુનિક સારવાર લેટેસ્ટ મશીન સાથે ઉપલબ્ધ બનાવામાં આવી છે. જે કદાચ સૌરાષ્ટ્ર જ નહિ પરંતુ ગુજરાતમાં એક બે હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે.અહીં આંખને લગતા ઓપેરેશન જેવા કે ઝામર,મોતિયો,લેસરથી નંબર ઉતારવા તેમજ આંખની સારવારની સાથે સાથે બાળકોના મોતિયાની વિશેષ સારવાર,ત્રાસી આંખની સારવાર અહીં એક જ બિલ્ડિંગમાં થઈ શકે તે પ્રકારની સુવિધા અહીં ઉપલધ બનાવામાં આવી છે.

ડો.વસંત સાપોવાડિયાની સાથે સાથે ડો અવની સાપોવાડીયા અને ડો.અદિતિ સાપોવાડીયા અને સાથોસાથ ડો.હેમલ જસાણી, ડો.ભાવિન ટીલવાઅને ડો.યોગેશખંડવી પણ પોતાની સેવા આપી રહ્યા છે.ડો.અવની સાપોવાડીયા આંખની કીકીના  સ્પેશિયાલિસ્ટ છે અને તેની વિશેષ સારવાર પણ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ બનાવામાં આવી છે જયારે ડો.અદિતિ સાપોવાડીયા બાળકોના ઓપથાલ્મોલોજિસ્ટ અને ત્રાસી આંખના સ્પેશિયાલિસ્ટ તરીકે દર્દીઓની સારવાર કરશે જયારે ડો.હેમલ જસાણી રિફ્રેકિટવ સર્જરી અને કેટરેકટ સ્પેશિયાલિસ્ટ  અને ડો. ભાવિન ટીલવા ગ્લુકોમા સ્પેશિયાલિસ્ટ તરીકે કાર્યરત રહેશે જયારે ડો.યોગેશ ખંડવી કન્સલ્ટન્ટ ઓપથાલ્મોલોજિસ્ટ તરીકે અહીં ઉપલબ્ધ રહેશે.

(11:51 am IST)