Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

રાજકોટ બેન્ક વર્કર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી.ની નવનિર્મિત અદ્યતન ઓફિસનો આવતીકાલે ઉદ્ઘાટન સમારોહ

૧૯૭૩થી કાર્યરત આ સોસાયટીનું કાર્યક્ષેત્ર રાજકોટ જિલ્લા ઉપરાંત મોરબી, કચ્છ, પોરબંદર અને ગીર સોમનાથ સુધીનુ છેઃ ચંદ્રકાંત સૂચક (પ્રમુખ) અને ભાભલુભા ખાચર (મા.મંત્રી)ના નેતૃત્વમાં દિવસેને દિવસે પ્રગતિના નવા શિખરો સર કરે છે આ સોસાયટી

રાજકોટ, તા. ૧૯ :. સંપ, સેવા, સહકાર, સૌના સાથના મંત્ર સાથે ૧૯૭૩થી ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના નેજા હેઠળ કાર્યરત રાજકોટ બેન્ક વર્કર્સ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. (મલ્ટી ડીસ્ટ્રીકટ) (શિવમ કોમ્પલેક્ષ, પ્રથમ માળ, ૨૦૨-૨૦૫, યાજ્ઞિક રોડ-રાજકોટ ફોનઃ ૨૪૬૫૦૭૯) માટે આવતીકાલે રવિવારને ૨૦મીએ સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે. રાજકોટ ઉપરાંત કચ્છ, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ જેવા જિલ્લાઓના બેન્ક કામદારોની સેવા માટે કાર્યરત એવી આ સોસાયટીના નવનિર્મિત-રીનોવેટ થયેલા અદ્યતન બિલ્ડીંગનો ઉદઘાટન સમારોહ આવતીકાલે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન યોજવામાં આવ્યો છે.

પંજાબ નેશનલ બેન્કના અધિકારી ચંદ્રકાંત સૂચક (પ્રમુખ) અને જીવન કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્કના અધિકારી ભાભલુભા ખાચર (મા.મંત્રી)ના નેતૃત્વમાં આ સોસાયટી દર વર્ષે સફળતાના નવા નવા શિખરો સર કરી રહી છે. શૂન્ય એનપીએ અને ઓડીટ વર્ગ-એ સાથે આ સોસાયટી દર વર્ષે નોંધપાત્ર નફો કરી સભ્યોને મહત્તમ ડીવીડન્ડ અને જીવન ઉપયોગી ચીજવસ્તુની ભેટ પણ આપી રહી છે. સભ્યોમાં બચતની ભાવના કેળવાય તે માટે બચત અને થાપણની અલગ અલગ સ્કીમો પણ ઉપલબ્ધ છે તો સભ્યોની આર્થિક જરૂરીયાત પુરી કરવા વિવિધ પ્રકારની ઓછા વ્યાજની લોનની સ્કીમો પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સભ્યોનો વિમો, લોન માફી, શૈક્ષણિક પુરસ્કાર, તબીબી સહાય સહિતની આકર્ષક યોજનાઓ પણ અમલી છે.

રાજકોટ બેન્ક વર્કર્સ કો-ઓપરેટીવ સોસાયટી લી. તેના પારદર્શી વહીવટ અને લોકશાહી ઢબની કાર્યપદ્ધતિથી સમગ્ર સહકારી ક્ષેત્રમાં એક આગવી ઓળખ ધરાવે છે. ૧૦૦૦થી વધુ સભાસદોનો પરિવાર ધરાવતી આ સોસાયટીની અવિરત પ્રગતિ અને વિવિધ પ્રકારનો ફંડો તેની આર્થિક તાકાતના દર્શન કરાવે છે. આ સોસાયટીએ મહિલાઓને પણ વ્યવસ્થાપક કમિટીમાં સ્થાન આપી મહિલા સશકિતકરણને પ્રોત્સાહન પણ આપ્યુ છે. આ સોસાયટીમાં બે મહિલા કારોબારી સભ્યો પણ કાર્યરત છે.

પોતાની માલિકીના બિલ્ડીંગમાં કાર્યરત એવી આ સોસાયટીની નવી ઓફિસનું ઉદઘાટન આવતીકાલે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન સોસાયટીની ઓફિસ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં ઉપસ્થિત રહેવા સમગ્ર વ્યવસ્થાપક કમિટીએ સભાસદો, મિત્રો, શુભેચ્છકો, આમંત્રિતોને વગેરેને હાર્દિક આમંત્રણ આપ્યુ છે

(1:09 pm IST)