Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

મહિલા કિશાનોનો વિકાસ એનસીડીસીમાં અગ્રસ્થાને : સંદીપ નાયક

નેશનલ કો.ઓપ.ડેવ. કોર્પોરેશન અને સહકાર ભારતી દ્વારા કિશાન મહિલા દિનની ઉજવણી

રાજકોટ : વર્ષ ૨૦૧૬ થી દર વર્ષે ૧૫ ઓકટોબરે કિશાન મહિલા દિનની ઉજવણીની પરંપરા અંતર્ગત આ વર્ષે કિસાન મહિલા દિનની ઉજવણી રાજકોટના આંગણે નેશનલ કો-ઓપરેટીવ ડેેવલપમેન્ટ કોર્પોરેશન અને સહકાર ભારતીના સંયુકત ઉપક્રમે કરવામાં આવી હતી. સંદીપ કુમાર નાયકે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, 'કિસાન મહિલા દિવસની ઉજવણીનો હેતુ મહિલાઓની સક્રિયતા વધારવાનો છે. દેશનો વિકાસ કરવા માટ ેમહિલાઓનો આર્થિક વિકાસ જરૂરી છે. આ કાર્ય માટે સહકારિતા ઉત્તમ માધ્યમ છે. મહિલા કિસાનોનો વિકાસ કરવો એનસીડીસી માટેઅગ્રસ્થાને છે. એનસીડીસી દ્વારા કુલ ૧૫ લાખ કરોડની નાણાંકીય સહાય આપવામાં આવી છે. મેયર બીનાબેન આચાર્યએ કિસાન મહિલા દિનની શુભકામના પાઠવી મહીલા સુરક્ષા માટે ૧૮૧ મોબાઇલ એપ ડાઉન લોડ કરવા અંગે માર્ગદર્શન પુરૂ પાડયું હતું. જવલંતભાઇ છાયાએ જણાવ્યું હતું કે, '' આજે ગ્રામ માતાઓ એકત્રિત થઇ છે. સરકારે મહિલા કિસાન દિવસ નક્કી કર્યો અને જોગાનુજોગ માતાજીની આરાધનાં પર્વમાં આ ઉજવણી થાય છે. આપણા નવરાત્રિ પર્વમાં હવનમાં આહૂતિ આપીએ છીએ પરંતુ આજે આપણે ભેગા મળી યજ્ઞ રૂપી આહૂતિ જ આપીએ છીએ. ખેતી ટકશે તો મારુ કુળ અને કુટુંબ ટકી શકશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંઘ અને ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો મેસેજ દ્વારા સહુને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. આ ચર્ચાસત્રમાં ગોવિંદભાઇ રાણપરીયા (ચેરમેન-રાજકોટ ડેરી દુધ ઉત્પાદક સહકારી સંઘ), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ ધારાસભ્ય-અધ્યક્ષ-સહકાર ભારતી-રાજકોટ જીલ્લા), બાવનજીભાઇ મેતલિયા (પૂર્વ ધારાસભ્ય), સંદિપ કુમાર નાયક (મેનેજીંગ ડિરેકટર-એનસીડીસી,નવી દિલ્હી) શૈલેન્દ્ર સિંહ (રિજીઓનલ ડિરેકટર-અનેસીડીસી), રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. માંથી જીવણભાઇપટેલ (વાઇસ ચેરમેન), હરિભાઇ ડોડીયા (ડિરેકટર), ગીરીશભાઇ દેવળીયા (ડિરેકટર), દીપા શ્રીવાસ્તવ (ચીફ ડિરેકટર-એનસીડીસી), માલતીસરીન (એનસીડીસી), સુરીન્દર બક્ષી (એડવાઇઝર-એનસીડીસી), ચેતનભાઇ નંદાણી(ડેપ્યુટી કમીશ્નર-રાજકોટ મહાનગરપાલિકા), આર.સી.ભુત (ચેરમેન- ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘ) સુરેશભાઇ દેત્રોજા (રાજકોટ ડેરી), પરેશ ફેફર (જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ), ધામેલીયાભાઇ(પી.જી.વી.સી.એલ), જવલંત છાયા (જાણીતા પત્રકાર-લેખક-કોલમીસ્ટ), આમંત્રિતો અને વિશાળ સંખ્યામાં મહિલાવૃંદ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મહિલાશકિત પર બનેલી વિશેષ ફિલ્મ દર્શાવાયેલી. સોૈર ઊર્જા અને મધમાખી પાલન અંગે પ્રાસંગીક રજુઆતો થયેલી. કાર્યક્રમની શરૂઆતમાં ભારત માતા અનેઅરવિંદભાઇ મણીઆરની તસ્વીરને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આભાદર્શન બાવનજીભાઇ મેતલિયાએ અને સંચાલન કવયિત્રી, સીએ સ્નેહલ તન્નાએ કર્યુ હતું

(3:50 pm IST)