Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

મવડી વિસ્તારની ગરબીઓની બાળાઓને બસીયા પરીવાર દ્વારા ચાંદીના સાંકળાની લ્હાણી

રાજકોટ : મવડી વિસ્તારમાં આવેલ ગરબીઓમાં છેલ્લા પાંચ વર્ષથી ભુપતભાઇ માંડણભાઇ બશીયા દ્વારા હસ્તે માતા ખીમબેન માંડણભાઇ બશીયા તરફથી બાળાઓને મોટી લ્હાણીનું વિતરણ કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે ૭૦૦ જેટલી બાળાઓને ૫૦ ગ્રામ ચાંદીના સાંકળાનું વિતરણ કરાયુ હતુ. ઉદેશ્વર સોમનાથ મહાદેવ મંદિર, મવડી ખાતે યોજાયેલ આ લ્હાણી વિતરણ પ્રસંગે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, માજી કોર્પોરેટર રાજુભાઇ બોરીચા, કોર્પોરેટર વિજયભાઇ બોરીચા, મુન્નાભાઇ મેઘાણી, ફોટોગ્રાફર અશોકભાઇ બગથરીયા ઉપસ્થિત રહેલ.  તસ્વીરમાં બાળાઓને લ્હાણી વિતરણ સમયની તસ્વીરમાં ભૂપતભાઇ બશીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, રવિ વાંક, રાહુલ પ્રભાતભાઇ સબાડ, અજયભાઇ મૈયડ, બહાદુરસિંહ ચાવડા, જયેશભાઇ ગોસ્વામી (પુજારી), મુન્નાભાઇ ધોબી, બીપીન પ્રજાપતિ, મુકેશભાઇ વાંક, વિક્રમભાઇ વાંક, વિજયભાઇ સબાડ, મેરામભાઇ બશીયા, વિજયભાઇ માવલા, ભગીરથભાઇ બશીયા, જીજ્ઞેશભાઇ વાડોલીયા, લાલાભાઇ ગોહેલ, મહીલા મંડળ, ભીમભાઇ વીરડા વગેરે નજરે પડે છે. (સંદીપ બગથરીયા)

(3:48 pm IST)
  • રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હા, રેલ્વે બોર્ડ પ્રમુખ અશ્વિની લોહાની, ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર વાયુસેનાના વિશેષ વિમાનથી રાત્રે 11 કલાકે અમૃતસર જવા રવાના access_time 10:41 pm IST

  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • વડોદરામાં સ્વાઈન ફ્લૂથી મહિલાનું મોતઃ સુરતમાં ૩ કેસ વધુ નોંધાયા ભાવનગરમાં પણ સ્વાઈન ફ્લૂના શંકાસ્પદ દર્દીનું મોત access_time 3:54 pm IST