Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

૬૫ ટકાથી ઓછો વરસાદ પડયો હોય તેવા તમામ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરો : ડો. ચોવટીયા

રાજકોટ તા ૧૯ : રાજયના મોટાભાગના વિસ્તારોમાં ઓછો અને અનિયમિત વરસાદને પગલે રાજયના ૧૦૪ તાલુકામાં ૬૫.૫૪ ટકાથી ઓછો વરસાદ પડયો છે તેવા તમામ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને રાજકોટના યુવા નેતા ડો. દિનેશ ચોવટીયાએ કરી છે.

રાજયના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો છે, તેવા વિસ્તારોમાં બે-ત્રણ વાવેતર પછી પણ અપુરતા વરસાદને કારણે અછતની સ્થિતિને પગલે ખેડૂતોને બેવડો માર પડયો હોવાનો દાવો તેમણે કર્યો છે. સોૈરાષ્ટ્રમાં પણ વિષમ પરિસ્થિતિ છે અને કચ્છ જેવા જિલ્લા સંપૂર્ણ કોરાધાકોડ રહયાં છે. ગુજરાતના ૨૪૮  તાલુકાઓમાંથી આ ૩૯ તાલુકાઓ સહિત સમગ્ર સોૈરાષ્ટ્ર, ઉતર ગુજરાતના કુલ ૧૦૪ જેટલા તાલુકાઓમાં છેક ૧૯૮૮ થી ૨૦૧૭ સુધીમાં માત્ર ૬૫.૫૪ ટકા જેટલો વરસાદ થયો હોય તેવા તાલુકાઓમાં અછત પ્રવર્તી રહી છે. ત્યારે બે-ત્રણ વાવેતર પછી ઓછા અને અનિયમિત વરસાદ અને  અતિવૃષ્ટિના કારણે રાજયમાં મહતમ તાલુકાઓમાં ઉભો પાક નાશ પામ્યો છે.

અનેક વિસ્તારોમાં તળમાં પાણી હોવા છતાં ઓછી અને અનિયમિત વીજળીને કારણે સિંચાઇના પાણીથી પાક બચાવવામાં ખેડૂત નિષ્ફળ નિવડયો છે. ચાલુ વર્ષે કપાસ, મગફળી સહિત જે મુખ્ય પાક અને અન્ય ગોૈણ પાકોનું નહીવત થવાની શકયતા છે. વધુમાં વીમો ચુકવવાથી બચવા માટે ભાજપ સરકાર અને વિમા કંપનીઓ મેળાપીપણાંમાં ખેડૂતોની ઘોર ખોદી રહ્યા હોવાનો આક્ષેપ પણ અંતમાં દિનેશ ચોવટીયા(મો. ૯૮૨૫૨ ૧૨૫૦૧) એ જણાવેલ છે.

(3:48 pm IST)