Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

હાર્દિક પટેલે રાજકોટમાં પાટીદાર સંસ્થાની ત્રણ ગરબીઓમાં હાજરી આપી

રાજકોટ : ગઇ રાત્રે 'પાસ'ના સુપ્રીમો શ્રી હાર્દિક પટેલ રાજકોટની મુલાકાતે આવેલ. તેમણે પાટીદારની ૩ સંસ્થાઓની ગરબી-રાસોત્સવની મુલાકાત લીધી હતી. દરેક જગ્યાએ ૧૦-૧પ મિનિટે જેવું રોકાણ કરેલ આયોજકોએ શ્રી હાર્દિક પટેલનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. પરંતુ  ચર્ચા થતી હતી કે થોડા મહિના પહેલા હાર્દિકનું જે ભવ્યાતિભવ્ય સ્વાગત થયેલ તેમાં આ વખતે થોડી ઉણપ જોવા મળેલ. જો કે હાર્દિક પટેલ તેના યથાવત મૂડમાં જોવા મળેલ. પાટીદારો આયોજીત રાસ-ગરબા ખુબ જ ભાવપૂર્વક માણ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:47 pm IST)
  • વડોદરામાં સ્વાઈન ફ્લૂથી મહિલાનું મોતઃ સુરતમાં ૩ કેસ વધુ નોંધાયા ભાવનગરમાં પણ સ્વાઈન ફ્લૂના શંકાસ્પદ દર્દીનું મોત access_time 3:54 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના પગલે અમદાવાદમાં કોંગ્રેસની સાયકલ રેલી : અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાની આગેવાનીમાં કાલુપુર રેલ્વે સ્ટેશનથી લાલ દરવાજા સુધી સાયકલ રેલીઃ પેટ્રોલ - ડીઝલના ભાવવધારાના પગલે ૧૫ ફુટ ઉંચા મોંઘવારીનો રાક્ષસ બનાવી વિરોધ દર્શાવ્યોઃ રૂપાલી સિનેમા પાસે પુતળાનું દહન કરાશે access_time 3:54 pm IST

  • સુરેન્દ્રનગર:શહેરમાં પસાર થતી દુધરેજ નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવતા પતિનું મૌત નીપજ્યું :પાલિકા ફાયર ફાયટર ટિમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી:પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 8:38 pm IST