Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

કાલે નાળોદા રાજપૂત સમાજના રાસોત્સવ

ભાતિગળ પોષાકમાં સજજ ખેલૈયાઓ પ્રાચીન રાસ હુડો, ટીટોડો, દોઢી અને રાહડા રમીને રંગત જમાવશેઃ બહેનો અને ભાઈઓ માટે અલગ- અલગ આયોજન

રાજકોટ,તા.૧૯: નાળોદા રાજપૂત સમાજ રાજકોટ દ્વારા દર વર્ષેની માફક આ વખત પણ સમસ્ત નાળોદા સમાજ માટે આવતીકાલે તા.૨૦ને શનિવારના રોજ સાંજે ૬ વાગ્યાથી જ્ઞાતિનો ભવ્ય રાસોત્સવ, નાગર બોર્ડીંગ, વિરાણી હાઈસ્કૂલની સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે યોજાશે.

આ રાસોત્સવમાં સમાજનાં ખેલૈયાઓ  પારંપરીક ભાતીગળ પોષાકમાં સજજ થઈને ભવ્યાતી ભવ્ય ભારતીય સંસ્કૃતિના દર્શન થશે. ભાતીગળ પોશક સજજ થઈને પ્રાચીન રાસ હુડો, ટીટોડો, દોઢી, રાહડા વગેરે જેવા રાસની નાળોદા સમાજના નામી અનામી કલાકારોના સાજીંદા માજીંદા સૂરના સથવારે ખેલૈયાઓને થીરકાવશે.

આ રાસોત્સવ બાદ સમાજના તમામ લોકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આયોજનને સફળ બનાવવા મનોજસિંહ ડોડીયા, અંકિતસિંહ ચાવડા, રમેશભાઈ જાદવ, મોહિતસિંહ સિંધવ, ગૌરવસિંહ ચાવડા, અશ્વિનસિંહ સિંધવ, દિલીપસિંહ ગોહેલ, સ્મીતભાઈ ચાવડા, પ્રવિણસિંહ ચાવડા, સંજયભાઈ ચાવડા, મહેન્દ્રસિંહ સિંધવ સહિત સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:46 pm IST)