Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

રવિવારે 'સરગમી લોકડાયરા'ની રંગત

ડી.એચ. કોલેજ મેદાનમાં જાહેર કાર્યક્રમ : સરગમ કલબ, બાન લેબ, જે.પી. સ્ટ્રકચર્સ દ્વારા સહિયારૂ આયોજન : રસ ધરાવતાઓને ઉમટી પડવા અનુરોધ

રાજકોટ, તા. ૧૯ : સરગમ કલબ રાજકોટવાસીઓ માટે દર વર્ષની જેમ આ વરસે પણ વિનામૂલ્યે શ્રેષ્ઠ કાર્યક્રમોની વણઝાર લાવ્યું છે. સાંસ્કૃતિક મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત જાહેર જનતા માટે સરગમ કલબ તેમજ બાન લેબ્સ , જે.પી. સ્ટ્રકચર્સ પ્રા.લી.ના ઉપક્રમે તા.ર૧ના રવિવારે ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૮ કલાકે સરગમી લોકડાયરાનો કાર્યક્રમ આયોજીત કરાયો છે.

લોકડાયરામાં માયાભાઇ આહીર (મહુવા), ઓસમાણ મીર (રાજકોટ), ધીરૂભાઇ સરવૈયા (ખીરસરા), અભેસિંહ રાઠોડ (ભરૂચ), ફરીદાબેન મીર (અમદાવાદ), બિહારીભાઇ ગઢવી (રાજકોટ) અને બેન્જો વાદક મુકુંદભાઇ જાની (રાજકોટ) લોકકલાનું રસપાન કરાવશે.

કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઇ વાળાના હસ્તે થશે. મુખ્ય અતિથિ તરીકે બી.એન. પાની (કમિશનરશ્રી મ્યુ. કોર્પોરેશન) ઉપસ્થિત રહેશે.

મુખ્ય મહેમાન તરીકે નીતિનભાઇ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણી), ઉદયભાઇ કાનગડ (સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન, રાજકોટ-મનપા), ભાવેશભાઇ પટેલ (અગ્રણી બીલ્ડર), નંદલાલભાઇ માંડવીયા (અગ્રણી ઉદ્યોગપતિ), રાજનભાઇ વડાલીયા (વડાલીય ફૂડસ), વેજાભાઇ રાવલીયા (સીઝન્સ હોટેલ), અરવિંદભાઇ રૈયાણી (ધારાસભ્યશ્રી), જશવંતસિંહ ભટ્ટી (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી), કિરીટભાઇ આદ્રોજા (એન્જલ ગ્રુપ), નલિનભાઇ વસા (ચેરમેન, રા.ના. સહકારી બેંક), હેતલભાઇ રાજયગુરૂ (એચ.પી. રાજયગુરૂ કાું.), સંજયભાઇ ભંભલાણી (ઓનલી પરોઠા) વિગેરે ઉપસ્થિત રહેશે.

સરગમ પરિવારના તમામ સભ્યો તથા તેમના પરિવારજનો અને રાજકોટની જાહેર જનતા માટે વિનામૂલ્યે યોજાયેલા આ કાર્યક્રમને માણવા અનુરોધ કરાયો છે.

કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, અરવિંદભાઇ દોમડીયા, મૌલેશભાઇ પટેલ તેમજ પે.પી. સ્ટ્રકચર્સ પ્રા.લિ.ના ચેરમેન જગદીશભાઇ ડોબરીયા, બાન લેબ્સના નટુભાઇ ઉકાણીના માર્ગદર્શન હેઠળ સરગમ કલબના કમીટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:45 pm IST)
  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • સુરત: શહેરમાં સ્વાઈન ફ્લુમાં વધુ 3 કેસ પોઝિટિવ:સ્વાઈન ફ્લૂના પોઝિટિવ કેસની સંખ્યા 112 થઈ:પનાસના 20 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ:વેસુની 30 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ:વેસુના 59 વર્ષીય પુરુષનો પોઝિટિવ રિપોર્ટ:22 દર્દીઓ હજુ સારવાર હેઠળ: 1ને ડિસ્ચાર્જ કરાયા access_time 9:44 pm IST

  • પંજાબ સરકારની મૃતકોના પરિવારને 5-5- લાખ અને ઘાયલોને મફત ઈલાજની જાહેરાત:મોદી સરકારે મૃતકોના પરિવારને 2-2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય જાહેર કરી access_time 1:02 am IST