Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

રાજકોટ જિલ્લા પંચાયતના બાગીઓ સુપરસીડ માટે માંગણીની તૈયારીમાં

સરકારને કહો ચઢાવે બાણ, હવે તો વિસર્જન એ જ કલ્યાણ : સમાધાન માટેનું દબાણ વધારવા અંતિમ શસ્ત્ર તરફ હાથ લંબાવ્યોઃ ટુંક સમયમાં નવો વળાંક : પૂરતુ સંખ્યાબળ (ઓછામાં ઓછા ૨૪) થાય તો પ્રમુખ, ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકવાની શકયતા પણ ભાજપ તપાસવા માંગે છે

રાજકોટ, તા. ૧૯ :. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના બે જુથો વચ્ચે લાંબા સમયથી ચાલતી લડાઈમાં એક તરફ સમાધાનની વાત થઈ રહી છે. બીજી તરફ સુપરસીડ માટેની હીલચાલ ચાલી રહી છે. પંચાયતના કોંગ્રેસના બાગીઓએ ટુંક સમયમાં સમાધાન ન થાય તો પંચાયતની ચૂંટાયેલી પાંખનું વિસર્જન કરી નવેસરથી ચૂંટણીની માંગણી કરવા માટેની તૈયારી કરી લીધાનું જાણવા મળે છે. આ પ્રકારની હીલચાલ સમાધાનનું દબાણ વધારવા માટેનો પ્રયાસ હોઈ શકે છે. જો કે આવી વિધિવત માંગણી થાય તો ભાજપ સરકાર તેના સ્વાગત માટે તૈયાર હોવાના નિર્દેશ છે. ભવિષ્યમાં જરૂર પડયે ચૂંટાયેલી પાંખને ઘર ભેગી કરવા માટે સરકાર કક્ષાએ વહીવટી દ્રષ્ટિએ પૂર્વ તૈયારી ચાલી રહ્યાનું ચર્ચાય રહ્યુ છે.

રાજકીય વિખવાદ અને એકથી વધુ મુદ્દાઓ પર કાનૂની લડાઈના કારણે પંચાયતના વહીવટ પર માઠી અસર પડી છે. સરકાર જુદા જુદા મુદ્દાઓનું એકત્રીકરણ કરી જિલ્લા પંચાયતના વહીવટી તંત્ર પાસેથી સત્તાવાર અહેવાલ માંગી સુપરસીડની દિશામાં આગળ વધી શકે છે. જો પંચાયતનો વહીવટ સારી રીતે ચાલી શકે તેમ ન હોય તો ખુદ બાગીઓ જ સુપરસીડની લેખિત માંગણી કરવા તૈયાર છે. ભાજપના બે અને બાગીઓ મળી આજની સ્થિતિએ સંખ્યાબળ ૧૪ સભ્યોનું છે. સમાધાનની શકયતા નષ્ટ થઈ ગઈ નથી. પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ રાજીનામુ આપી દયે અને ત્યાર બાદ નવેસરથી પદાધિકારીઓની પસંદગી થાય તેવી ફોર્મ્યુલા બાગી જુથે મુકી છે. સામેના કોંગી જુથે તેનો સ્પષ્ટ પ્રતિભાવ આપ્યો નથી. ભાજપની ઈચ્છા જગજાહેર છે. જો વિસર્જન થાય તો નવી ચૂંટણી બાકીની મુદત માટે જ આવી શકે. પંચાયત સુપરસીડ માટે દિમાગથી વિચારનારા સભ્યો દિલથી વિસર્જન ઈચ્છતા નથી. પંચાયતમાં રાજકીય અને વહીવટી દ્રષ્ટિએ ટુંક સમયમાં નવો વળાંક આવે તેવી પ્રબળ શકયતા છે.

(3:45 pm IST)
  • ઉત્તરપ્રદેશ બાદ હવે હિમાચલ પ્રદેશના શહેરોના નામ બદલવાની કવાયત શરુ :સિમલાનું જૂનું નામ શ્યામલા હતું,શિમલાનું કાલીબાડી મંદિર પહેલા શ્યામલા માતાના નામથી જાણીતું હતું access_time 1:31 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના પગલે અમદાવાદમાં કોંગ્રેસની સાયકલ રેલી : અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાની આગેવાનીમાં કાલુપુર રેલ્વે સ્ટેશનથી લાલ દરવાજા સુધી સાયકલ રેલીઃ પેટ્રોલ - ડીઝલના ભાવવધારાના પગલે ૧૫ ફુટ ઉંચા મોંઘવારીનો રાક્ષસ બનાવી વિરોધ દર્શાવ્યોઃ રૂપાલી સિનેમા પાસે પુતળાનું દહન કરાશે access_time 3:54 pm IST

  • બેગુસરાયના ભાજપના સાંસદ ભોલાસિંહનું નિધન ; લાંબા સમયથી બીમાર હતા : રામમનોહર લોહિયા હોસ્પિટલમા દાખલ હતા :ભોલાસિંહ લેફ્ટના સમર્થનથી પહેલીવાર બેગુસરાયથી અપક્ષ ચૂંટાયા હતા : access_time 1:17 am IST