Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

માતાના મઢ-કચ્છના રાજાબાવા શ્રી રાજકોટમાં

માતાના મઢ જાગીર ટ્રસ્ટના અધ્યક્ષ કરણી સેના આયોજિત ક્ષત્રિય મહિલા રાસોત્સવમાં આશીર્વાદ આપશે : પૂ. રાજાબાવાશ્રીનો આજે જન્મ દિન પણ છે, ૧૦૦૦ ક્ષત્રિય બહેનો આરતી ઉતારશેઃ રાજાબાવા શ્રી નવરાત્રીના નકોરડા ઉપવાસ બાદ રાજકોટ પધરી રહ્યા છેઃ ગોંડલના યુવારાજ શ્રી હિમાંશુસિંહજી અને માતાના મઢના ટ્રસ્ટી ભરતસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહેશે

જય માં આશાપુરા : માતાના મઢ-કચ્છના રાજબાવાશ્રી યોગેન્દ્રસિંહજી આજે રાજકોટ પધારી રહ્યા છે. તસ્વીરમાં શ્રી આશાપુરા માતાજી તથા જમણી બાજુથી પ્રથમ પૂ. રાજાબાવાશ્રીના દર્શન થાય છે. વચ્ચેની તસ્વીરમાં કરણી સેનાના અગ્રણીઓ જે. પી. જાડેજા, રણજીતસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ ઝાલા તથા માતાજીના ભકત વિનોદભાઇ પોપટ નજરે પડે છે.

રાજકોટ તા. જગત જનની શ્રી આશાપુરા માતાજી સ્વરૂપે કચ્છમાં બિરાજી રહ્યા છે. માતાના મઢ તરીકે વિખ્યાત આસ્થાના ધામ માતાના મઢ જાગીર ટ્રસ્ટના અધ્યક્ષ અને અનન્ય સાધક રાજાબાવા શ્રી યોગેન્દ્રસિંહજી આજે રાજકોટ પધારી રહ્યા છે.

રાજકોટમાં રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રીય મહિલા રાસોત્સવનું આયોજન રત્નાગર વાડી, અલય પાર્ક પાસે નાના મવા મેઇન રોડ, પર થયું છે. રાજાબાવા શ્રી અહીં પધારશે. કરણી સેનાના અગ્રણીઓ જે. પી. જાડેજા, રણજીતસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા 'અકિલા' ની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, યોગાનયોગ આજે રાજાબાવાશ્રીનો જન્મદિન પણ છે. આજે ૧૦૦૦ ક્ષત્રીય બહેનો રાજાબાવાશ્રીની આરતી ઉતારશે. નવરાત્રીના સળંગ નકોરડા ઉપવાસ બાદ રાજાબાવા શ્રી રાજકોટ પધારી રહ્યા છે, ભકતોમાં ઉત્સાહની આંધી છવાઇ છે.

પૂ. રાજાબાવા શ્રી ઉપરાંત ગોંડલ સ્ટેટ ના યુવરાજ હિમાંશુસિંહજી જાડેજા અને માતાના મઢ જાગીર ટ્રસ્ટના - ટ્રસ્ટી શ્રી ભરતસિંહ જાડેજા પણ ક્ષત્રીય મહિલા રાસોત્સવમાં ઉપસ્થિત રહેનાર છે. આજે ફાઇનલ રમાશે અને વિજેતાઓને મોંઘેરા ઇનામોથી નવાજવામાં આવશે.

ક્ષત્રીય મહિલા રાસોત્સવ મહિલાઓ દ્વારા જ સંચાલન થાય છે. આજે પૂ. રાજાબાવા શ્રી માટે અનોખી સીટીંગ વ્યવસ્થા કરાઇ છે.

જેથી દરેકને સરળતાથી દર્શન થઇ શકે. ગઇકાલે અહીં ક્ષત્રિય બહેનોએ શોૈર્યગીતો સાથે તલવાર રાસ રજુ કર્યા હતા. આજે પૂ. રાજાબાવાશ્રીને આવકારવા જબ્બર થનગનાટ ફેલાયો છે.

રાસોત્સવ અંગે વધારે માહિતી માટે મો. ૯૮૨૫૩ ૦૦૦૯૭, ૯૯૦૯૦ ૧૫૨૧૫, ૯૩૨૭૭ ૯૯૯૯૯, ૯૭૧૪૩ ૯૭૧૪૩ નંબર પર સંપર્ક થઇ શકે છે. આ આયોજનને સફળ બનાવવા (૧) જે.પી. જાડેજા સોૈરાષ્ટ્ર રાજપૂત કરણી સેના, (ર) રણજીતસિંહ જાડેજા રાજકોટ શહેર પ્રમુખ, (૩) ભરતસિંહ આર. જાડેજા રાજકોટ શહેર પ્રભારી, (૪) વિરેન્દ્રસિંહ ઝાલા રાજકોટ શહેર મંત્રી, તથા ક્રિપાલસિંહ ઝાલા, ગુજરાત પ્રદેશ પ્રવર્કતા, જયકિશનસિંહ ઝાલા સોૈરાષ્ટ્ર મહામંત્રી,  કૃષ્ણસિંહ જાડેજા જિલ્લા પ્રમુખ, યશપાલસિંહ  જાડેજા ઉપ પ્રમુખ, અજયસિંહ જાડેજા મંત્રી, દિલીપસિંહ જાડેજા મંત્રી, શકિતસિંહ પરમાર મંત્રી, શિવરાજસિંહ ઝાલા તેમજ સુર્યસેનાના સત્યેન્દ્રસિંહ ખાચર સોૈરાષ્ટ્ર મંત્રી, શિવરાજસિંહ ખાચર શહેર મહામંત્રી માલદેવસિંહ ઝાલા, ચંદ્રદિપસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના રૂદ્રશકિત મહિલાઓનો પણ સહયોગ રહયો છે.(૫-

(3:45 pm IST)
  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હા, રેલ્વે બોર્ડ પ્રમુખ અશ્વિની લોહાની, ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર વાયુસેનાના વિશેષ વિમાનથી રાત્રે 11 કલાકે અમૃતસર જવા રવાના access_time 10:41 pm IST

  • આવતીકાલે શુક્રવારે પણ ઇંધણના ભાવમાં મળશે રાહત :પેટ્રોલ -ડીઝલના ભાવમાં થશે ઘટાડો : પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને ડીઝલના ભાવમાં સંભવત 10 પૈસા સુધીનો ઘટાડો કરાય તેવી શકયતા : એકધારા વધતા ભાવથી ત્રાહિમામ લોકોને મળશે હળવી રાહત access_time 11:58 pm IST