Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

કાલે કોળી ઠાકોર સમાજનો રાસોત્સવ

પ્રિન્સ-પ્રિન્સેસ અને વેલડ્રેસના વિજેતાઓ માટે લાખેણા ઇનામો : પાસ વિતરણ ચાલુ

રાજકોટ તા. ૧૯ : જય કોળી ઠાકોર સમાજ ગ્રુપ કાલે તા. ર૦ના શનિવારે સાંજના ૭ કલાકે ચુંવાળીયા તળપદા ઘેડીયા સમસ્ત જ્ઞાતિના સમુહ રાસોત્સવનું ખોડલધામ ઇસ્ટ ઝોનનું ગ્રાઉન્ડ સિદ્ધિ વિનાયક પાર્ક સામે, સદ્દગુરૂ આશ્રમ ગ્રાઉન્ડ કુવાડવા રોડ રાજકોટ ખાતે જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે

આ યોજકોએ વિગતો વર્ણવતા જણાવેલ કે કોળી ઠાકોર રાસોત્સવમાં સમાજ રાજકીય, અગ્રણી ઉદ્યોગપતિ, ડોકટર, વકીલ તેમજ વિવિધ સમાજ આગેવાનો તેમજ ફિલ્મ હસ્તીઓ ઉપસ્થિત રહેશે. પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસમાં પ્રથમ ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનાર વિજેતા ખેલાડીઓને જ્ઞાતિના આગેવાનો દ્વારા ઇનામ આપવામાં આવશે. આયોજનમાં ટોકન દરે ફકત ૬૦ રૂ.માં પાસ રાખવામાં આવ્યા છે. આ માટે મો. ૭૦૧૬૯ ૦૮૩રપ, ૯૩૭પ૦ ૮૦૮૦ર ઉપર સંપર્ક કરવા જણાવ્યું છ.ે

કાર્યક્રમને સફળ બનાવવા માર્ગદર્શક દેવાંગ કુકાવા, મુખ્ય આયોજક રવિભાઇ રાતોજા, મનસુખભાઇ ગોવાણી, કાનાભાઇ ડંડૈયા, દેવભાઇ, અંકુરભાઇ બારૈયા, મનસુખભાઇ ગોવાણી, કાનાભાઇ ડંડૈયા, દેવભાઇ કોરડીયા, જીતુભાઇ ધોળકીયા, રમેશભાઇ ધામેચા, રામભાઇ સુરેલા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:44 pm IST)