Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

કાલે કોર્પોરેશનના જનરલ બોર્ડમાં કોંગ્રેસના હશે આક્રમક તેવર

કોંગી નગરસેવિકા ધર્મિષ્ઠાબા જાડેજાને બેસવા દેવા મુદ્દે કોંગી કોર્પોરેટરો લડી લેવાના મૂડમાં હોવાનો નિર્દેશ : કોંગ્રેસે આપ્યો વ્હીપ : ભાજપ- કોંગ્રેસના ૩૧ કોર્પોરેટરો દ્વારા આરોગ્ય, બગીચા, વેરા વસુલાત, દબાણ હટાવ વગેરેને લગતા ૭૩ પ્રશ્નો રજૂ કર્યા

રાજકોટ તા.૧૯: મ્યુ.કોર્પોરેશનની દર બે મહિને મળતી સામાન્ય સભા આવતીકાલે તા.૨૦મીના  સવારે ૧૧ કલાકે મળશે.  આ જનરલ બોર્ડમાં કોંગ્રેસનાં વોર્ડ નં-૧૮નાં કોર્પોરેટર ધર્મીષ્ઠાબા જાડેજા બેસવા દેવા મામલે બઘડાટીના એંધાણ દર્શાય રહ્યા છે. આ જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસનાં કુલ ૩૧ કોર્પોરેટરો દ્વારા, સફાઇ, બાગ-બગીચા, પાણી, આવાસ યોજના સહિતની બાબતોનાં ૭૩ પ્રશ્નો રજૂ કર્યા છે. જેમાં સૌ પ્રથમ ભાજપનાં કોર્પોરેટરનો પ્રશ્ન ર્ચાચાશે. દરમિયાન આવતીકાલે મળનાર બોર્ડમાં કોંગી કોર્પોરેટરોને ફરજીયાત હાજર રહેવા પાર્ટી દ્વારા વ્હીપ આપવામાં આવશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખે જાહેર કર્યુ છે.

મ્યુનિ. કોર્પોરેશનની દ્રિમાસીક મીટીંગ આવતીકાલે  તા.૨૦નાં સવોર૧૧ કલો મ્યુ.કોર્પોરેશન કચેરીમાં બીજે માળે આવેલ શ્રી રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર બીનાબેન આચાર્યની અધ્યક્ષતામાં મળશે. આ બોર્ડમાં ભાજપનાં કોર્પોરેટર બાબુભાઇ આહીરનાં ગાર્ડન, સામાન્ય વહીવટ સહિતનાં પ્રશ્નથી ચર્ચાનો પ્રારંભ થશે.

આ ઉપરાંત આ બોર્ડમાં રૂપાબેન શીલએ - વેરા વસુલાત શાખા, આવાસ યોજના, જાગૃતિબેન ઘાડીયાએ- વ્યવસાય વેરો, વ્યવસાય વેરો, શિલ્પાબેન જાવીયા, સો. વે. મે., ગાર્ડન શાખા, અંજનાબેન મોરજરીયા, એસ્ટેટ, બાંધકામ વો. વ. ડ્રેનેજ વિગેરે,ે મનસુખભાઇ કાલરીયા, મીલકત વેરા, આરોગ્ય, સો. વે. મે., અશ્વિનભાઇ ભોરણીયા ગાર્ડન શાખા, એસ્ટેટ, મીનાબેન પારેખ એસ્ટેટ, એસ્ટેટ, મનીષભાઇ રાડીયા-ફુડ વિભાગ-આરોગ્ય, ફુડ વિભાગ-આરોગ્ય, કશ્યપભાઇ શુકલ એસ્ટેટ, જયંતીભાઇ બુટાણી -સેક્રેટરી, સેક્રેટરી, ઘનશ્યામસિંહ એન. જાડેજા-મહેકમ, વર્કશોપ, આવાસ, જયમીન ઠાકર-વો. વ., વો. વ., રેખાબેન ગજેરા -મહેકમ, એકાઉન્ટ, સેક્રેટરી, ડો. દર્શિતાબેન શાહ-આવાસ, આવાસ, વશરાભાઇ સાગઠીયા એકાઉન્ટ, એકાઉન્ટ, ધર્મીષ્ઠાબા જાડેજા-બાંધકામ-વો.વ. ડ્રેનેજ-રોશની, વિ. બાંધકામ વો. વ. ડ્રેનેજ રોશની વિ.-ર, (હાઇકોર્ટ મેટર), ઘનશ્યામસિંહ એ. જાડેજા આવાસ (ટેકનીકલ), સો. વે. મે., આરોગ્ય, માસુબેન હેરભા-વો.વ., બાંધકામ ડ્રેનેજ-વી., બાંધકામ, બાંધકામ, જયાબેન ટાંક, બાંધકામ, પ્રાણીરંજાડ, સીમ્મીબેન જાદવ, સેક્રેટરી, ફાયરબ્રિગેડ, મહેકમ, પરેશભાઇ હરસોડા, સેક્રેટરી, સેક્રેટરી, પારૂલબેન ડેરએ- આરોગ્ય, સોલીડ વેસ્ટ, આરોગ્ય, વસંતાબેન માલવી-આરોગ્ય, આરોગ્ય-સમાજ કલ્યાણ, વર્કશોપ--૩, દિલીપભાઇ આસવાણી ટી. પી., ટી. પી., અતુલભાઇ રાજાણી ટી. પી. મહેકમ, ગીતાબેન પુરબીયા ટી. પી., ટી. પી., ઉર્વશીબા જાડેજા, ટી. પી., વો. વ. ટી. પી. બાંધકામ-૩, વિજયભાઇ વાંક-ડ્રેનેજ, વો. વ., સંજયભાઇ અજુડીયા ટી. પી., જી. એ. ડી. વગેરે પ્રશ્નો રજૂ કર્યા છે.

દરમિયાન આવતીકાલે ૨૦મીએ મળનારા જનરલબોર્ડમાં ધર્મીષ્ઠાબા જાડેજાને બેસવા બાબતે જબરા વિવાદનાં એંધાણ વર્તાઇ રહયા છે.

૪ દરખાસ્તો

આ સામાન્ય સભામાં શહેરના વોર્ડ નં. ૭માં પ્રહલાદ પ્લોટ શેરી નં. ૨૬ને 'મુકુંદભાઇ જીવરામભાઇ પંડિત' નામકરણ કરવા, વોર્ડ નં. ૧૪માં ૮૦ ફૂટ રોડ પર ભકિતનગર સર્કલ પાસે આવેલ પી એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલના જુના બિલ્ડીંગનો ઇમલો પાડીને લઇ જવાના કામ, મિલ્કત વેરામાં પેન્ડિંગ વાંધા અરજીઓ માટે વળતર યોજનામાં ફેરફાર કરવા સહિતની ૪ દરખાસ્તોનો નિર્ણય થશે.

(3:43 pm IST)