Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

લુંટ, મારામારી અને વાહન ચોરીના ગુનામાં સામેલ અજય ઉર્ફે અજો પાસામાં ધકેલાયો

રાજકોટ, તા., ૧૮: શહેરના જુદા જુદા વિસ્તારમાં લુંટ, મારામારી અને વાહન ચોરીના ગુન્હામાં સામેલ કોળી શખ્સને પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં લુંટ તથા પ્રદ્યુમનનગર વિસ્તારમાં મારામારી અને યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં બે વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલો અજય ઉર્ફે અજો માનસીંગ પરસોંડા (ઉ.વ.૧૯) (રહે. પોપટપરા શેરી નં. ૧૪) ક્રિષ્ના પાર્કની સામે રેલનગર રોડ રાજકોટ)ને પાસામાં ધકેલવા માટે ગુન્હા નિવારણ શાખાના પી.આઇ. એચ.સી.ચંદ્રવાડીયા તથા પીએસઆઇ વી.જે.જાડેજા, હેડ કોન્સ. શૈલેષભાઇ, રાજુભાઇ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ તથા અશ્વીનગીરીએ દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વોરંટ ઇસ્યુ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ વી.વી.ઓડેદરા તથા રાઇટર રશ્મીનભાઇએ વોરંટની બજવણી કરી અજય ઉર્ર્ફે અજો પરસોંડાની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં ધકેલી દીધો હતો.

(3:33 pm IST)