Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ક્રિષ્ના કેટરર્સવાળાના પત્ની સામે ચેક પાછો ફરતાં ફરિયાદ

રાજકોટ તા.૧૯: કેટરીંગનો મોટો વ્યવસાય ધરાવતા ''ક્રિષ્ના કેટરર્સ'' મારૂતી ચોકવાળા ગોપાલભાઇ ભાલારાના પત્ની ક્રિષ્નાબેન ભાલારાએ ''ચામુંડા ક્રેડીટ કો.ઓપ.સોસા.લી'' માંથી મેળવેલ લોનની ચુકવણી પેટે આપેલ ચેક પરત ફરતા અને નોટીસ આપવા છતાં ચેકની રકમ ન ચુકવેલ હોવાથી અંતે મામલો કોર્ટ સુધી પહોંચેલ છે.

રાજકોટમાં ''ચામુંડા ક્રેડીટ કો.ઓપ. સોસા. લી. કે જેઓ મુખ્યત્વે મંડળીના જરૂરીયા તવાળા શેર હોલ્ડરને નાણા ધિરાણની પ્રવૃતિ કરે છે તેઓએ કોર્ટમાં કરેલ ફરિયાદ મુજબ ચેક પરત ફરતા ફરિયાદીએ તેમના એડવોકેટ મારફતે આ કામના આરોપીને લીગલ નોટીસ પાઠવેલ તેમ છતાં આરોપીએ ફરિયાદીને આપેલ ચેકની રકમ સમય મર્યાદામાં ન ચુકવતા ફરિયાદીએ તેમના એડવોકેટ દિનેશ આર. વારોતરીયા મારફતે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ધોરણસરની ફોજદારી ફરિયાદ રાજકોટના ચીફ. જયુડી. મેજીસ્ટ્રેટની કોર્ટમાં આરોપી સામે દાખલ કેસ દાખલ કરેલ છે. જેમાં કોર્ટે આરોપીને મુદત તા. ૨૭-૧૨-૨૦૧૮ ની તારીખે હાજર રહેવા સમન્સ ઇશ્યુ કરેલ છે.

(3:32 pm IST)
  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • સમીના રામપુરા ગામે અપંગ અને મંદબુદ્ધિની મહિલા સાથે આચરાયું દુષ્કર્મ :દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ગામના શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ access_time 4:35 pm IST

  • સુરેન્દ્રનગર:શહેરમાં પસાર થતી દુધરેજ નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવતા પતિનું મૌત નીપજ્યું :પાલિકા ફાયર ફાયટર ટિમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી:પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 8:38 pm IST