Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

સામાકાંઠા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલાશેઃ ડી.આઇ. પાઇપ લાઇન કામનો પ્રારંભ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. પ ખાતે આવેલ સેટેલાઇટ ચોકથી  ગ્રામ લક્ષ્મી સોસાયટી સુધી પીવાના પાણીની પાઇપ લાઇનનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડના હસ્તે કરવામાં આવેલ. જેમાં ખાસ ઉપસ્થિતી તરીકે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વીનભાઇ મોલીયા, શાષક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, કોર્પોરેટર પ્રીતીબેન પનારા, ભાજપ અગ્રણી બાબુભાઇ માટીયા, વોર્ડ નં. પ ભાજપ પ્રમુખ દિનેશભાઇ ઘીયાડ, શહેર ભાજપ મંત્રી કલ્પનાબેન કિયાડા વોર્ડ ભાજપ મહિલા વોર્ડ પ્રમુખ મનુબેન રાઠોડ તેમજ કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા અને ભાજપ અગ્રણીય અરવિંદભાઇ ભેસાણીયા ઉપસ્થિત રહયા હતા. આમ વર્ષો જુનો પ્રશ્ન પીવાના પાણીનો આ કાર્ય શરૂ થતા અંતે હલ થયો આ વિસ્તારને પુરતા ફોર્સથી પીવાનું પાણી મળશે તેમ અંતમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીની યાદીમાં જણાવાયું છે.(૪.૧૨)

(3:32 pm IST)
  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • અમદાવાદના વેજલપુરમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો :વેજલપુર પોલીસે આરોપી ફરહાન નૂરમહમદની કરી ધરપકડ :બાળકીને ખિસકોલી રમાડવાના બહાને બોલાવી આચર્યું હતું દુષ્કર્મ:વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 4:16 pm IST

  • વડોદરામાં સ્વાઈન ફ્લૂથી મહિલાનું મોતઃ સુરતમાં ૩ કેસ વધુ નોંધાયા ભાવનગરમાં પણ સ્વાઈન ફ્લૂના શંકાસ્પદ દર્દીનું મોત access_time 3:54 pm IST