Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

આનંદ બંગલા ચોકથી મવડી ચોકડી સુધીનો રસ્તો રળીયામણો બનશે

વાવડી-કોઠારીયા વિસ્તારમાં વિકાસ કામોની વણઝારઃ કોર્પોરેટર જયાબેન હરિભાઇ ડાંગરના પ્રયત્નો સફળ

રાજકોટ, તા.૧૯: શહેરના વોર્ડ નં.૧૩માં પ્રાથમિક સુવિધાની સાથોસાથ સુખાકારીના અનેક પ્રોજેકટ કરવામાં આવી રહ્યા છે. હાલમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા ગત સ્ટેન્ડિંગ કમિટીમાં વોર્ડ નં.૧૩માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં મવડી મેઈન રોડ પર મવડી સર્કલથી આનંદ બંગલા ચોક સર્કલ સુધીમાં લો-હાઈટના રોડ ડીવાઈડરની સ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં હોઈ જરૂરી પ્લાનીટેશન અને બ્યુટીફીકેશન થઇ શકે એમ હોઈ અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તેમજ અકસ્માત નિવારી શકાય તે હેતુથી મવડી મેઈન રોડ પર આનંદ બંગલા સર્કલથી મવડી ચોક સુધીના રોડ ડીવાઈડરની જગ્યાએ ફ્લાવર બેડના નવી ડીઝાઈનમાં અંદાજીત ૧૨૦૦ મી. લંબાઈમાં ડીવાઈડર બ્લોક અંદાજીત લાખો રૂપિયાના ખર્ચે મંજુર કરવામાં આવેલ છે.     

વોર્ડ નં.૧૩માં રાજકોટ મહાનગરપાલિકામાં આવેલ નવા ભળેલ વિસ્તારોને લાઈટ, પાણી, ગટર, રોડ-રસ્તા વગેરેની સુવિધા મળે તે માટે તબક્કાવાર જુદા જુદા કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. સ્થાયી સમિતિ દ્વારા વાવડી, કોઠારિયા વિસ્તારોમાં વોટર સપ્લાયણી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રૂ.૪.૬૦ કરોડના ખર્ચે નવું હેડવર્ક જેમાં ESR-GSR તાતા પમ્પીંગ સ્ટેશન બનાવવાનું મંજુર કરવામાં આવેલ છે. ખોડિયારપરા અને કોઠારિયા વિસ્તારોમાં ડ્રેનેજની મુખ્ય લાઈન તથા હાઉસિંગ કનેકશન ચેમ્બર બનાવવામાં 'અમૃત યોજના' હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે મંજુર કરવામાં આવેલ છે.  આ કામ મંજુર થતા લોકોમાં હર્ષની લાગણી વર્ષે છે.   આ કામો મંજુર થતા રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી,  ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાષક પક્ષ દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર તથા હાઉસિંગ કમિટીના ચેરમેન કોર્પોરેટર જયાબેન ડાંગર અને હરીભાઈ ડાંગરે આભાર માન્યો હતો. તેમ કોર્પોરેટર જયાબેન ડાંગરની સતાવાર યાદીમાં જણાવ્યુ હતું.(૨૩.૧૪)

(3:43 pm IST)