Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

રઘુવંશી બીટસ રાસોત્સવમાં આજે બેસ્ટ ઓફ ધી બેસ્ટ ફાઇનલ

ખેલૈયાઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ ખેલૈયાઓને સાંજે ૭ વાગે પ્રવેશ લઇ લેવા મિતેષ રૂપારેલીયાની અપીલ

  રાજકોટઃઆજે રઘુકુળ યુવા ગુ્રપ પ્રેરીત અકિલા રઘુવંશી બીટસ રાસોત્સવનું અંતિમ ચરણ આવી પહોંચ્યું છે. આજે રાસોત્સવનું ભવ્ય સમાપન થઈ રહયું છે. નવરાત્રીના નવ નોરતા દરમ્યાન દરરોજ વિજેતા બનેલા પ્રિન્સ–પ્રિન્સેસ વચ્ચે આજે બેસ્ટ ઓફ ધી બેસ્ટ રઘુવંશી ફાયનલ સ્પર્ધાનુ  આયોજન  કરાયું છે. સૌ વિજેતા ખેલૈયાઓને સાંજે ૭ વાગ્યે પ્રવેશ લઈ લેવા મિતેશ રૂપારેલીયાની અપીલ છે.   આજના દિવસે અંતીમ સ્પર્ધા બાદ, સૌ ફાયનાલીસ્ટો વચ્ચે આવતીકાલે ''બેસ્ટ ઓફ ધી બેસ્ટ રઘુવંશી'' ફાઇનલ સ્પર્ધા યોજાશે.

 રાસોત્સવમાં દરરોજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હાજરી આપી સોનામાં સુગંધ ભેળવી રહયાં છે. રઘુકૂળ યુવા ગુ્રપના મિતેશભાઈ રૂપારેલીયા તથા સાથી ટીમના જયદેવભાઈ રૂપારેલીયા, ધવલભાઈ ચેતા અને સાથી ટીમ આ મહેમાનોની આગતા સ્વાગતામાં સતત ખડેપગે રહે છે. નવમાં નોરત ે કિશનભાઈ પોપટ, ડો. દેવેન્દ્ર ચોટાઈ, ડો. સ્વાતી દાવડા, હેનલ ખખ્ખર, ચાંદનીબેન ખખ્ખર, સંજયભાઈ ખખ્ખર, જેનીસભાઈ વસાણી, પરાગભાઈ ગણાત્રા, રવીભાઈ કકકડ, હરેશભાઈ ભીંડોરા, મયુરીબેન ભીંડોરા, શીતલબેન ગણાત્રા, કોમલબેન રૂપારેલીયા, બીજ ગણાત્રા, મીનાબેન રૂપારેલીયા, નિધીબેન ચોટાઈ, સુનીતાબેન ભાયાણી, હિતેશભાઈ ભાયાણી, પ્રકાશભાઈ ઠકકર, પ્રજ્ઞાબેન ઠકકર, તારકભાઈ સેતાએ   ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહીત કર્યા હતા.

  તંદુરસ્ત હરીફાઈ બાદ ગુ્રપ–એ માં  પ્રિન્સ તરીકે રીતીક તન્ના, અંશ જોબનપુત્રા, જયમીન ચાંગેલા, જય કોટક, માનીત સોમૈયા તથા પ્રિન્સેસ તરીકે કાનન કોટક, ઘ્વની જોષી, અંજલી ઠકકર, ઘ્યાની બુઘ્ધદેવ, નિધી ભુપતાણી વિજેતા બન્યા હતાં. તથા વેલડ્રેસ તરીકે પ્રિન્સ યુગ ચંદારાણા તથા પ્રિન્સેસમાં યશ્વી કારીયા તથા ગુ્રપ –બી માં પ્રિન્સ તરીકે હર્ષ કાનાબાર, પ્રશાંત ખીલોસીયા, જય જસાણી, સુજન ઓઝા, હર્ષ વાઘવાણી તથા પ્રિન્સેસ તરીકે ખુશી લાલાણી, ઉઝાલા ઠકકર, અવની જોબનપુત્રા, હેમાંગીબેન વસાણી, વિધી મોદી વિજેતા બન્યા છે તથા વેલડ્રેસમાં જીયા અઢીયા તથા હિતેશ આહયા તથા સી–ગુ્રપમાં પ્રિન્સેસ તરીકે જગદીશભાઈ કોટક, મનીષાબેન આહયા વિજેતા બન્યા હતાં. સ્પેશ્યલ પ્રાઇઝ ઇનામમાં શ્રેય સવજીયાણી તથા બોયઝ સ્પેશ્યલ ગુ્રપમાં (કાઠીયાવાડી કસુંબો, કેડીયા ગુ્રપ) તથા ફોટોગ્રાફી સ્પેશ્યલ ધર્મેન્દ્રભાઈ કારીયા વિજેતા બન્યા હતાં.

જજ તરીકે રાધીકાબેન વિઠૃલાણી, ઋતુજાબેન ચેતા, બિંદીયાબેન અમલાણી તથા બિજલબેન ચંદારાણા, આરતીબેન કોટેચા, અંજલીબેન વસાણી,  સેવા આપી રહયાં છે. વિશાળ મેદાનમાં રાખેલુ સેલ્ફી ઝોન આર્કષણનું કેન્દ્ર બની રહયું છે.  

શ્રી રઘુકુળ યુવા ગુ્રપના સંયોજક મિતેશ રૂપારેલીયા અને આયોજક ટીમના જયદેવભાઈ રૂપારેલીયા, નિલેશભાઈ તન્ના, ધવલભાઈ ચેતા, રામભાઈ કોટેચા, ચંદુભાઈ રાયચુરા, રજનીભાઈ રાયચુરા, પરીમલભાઈ કોટેચા, કિશનભાઈ વિઠૃલાણી, દિપકભાઈ રાયચુરા, દિનેશભાઈ ધામેચા, વિરેન્દ્રભાઈ વસંત, સંજયભાઈ લાખાણી, દિપકભાઈ મદલાણી, વિમલભાઈ ગંગદેવ,  વિમલભાઈ બગડાઈ, જયદીપભાઈ કારીયા, હિતેશભાઈ કોટેચા તેમજ મહિલા ટીમના રાધીકાબેન વિઠૃલાણી, બિંદીયાબેન અમલાણી, યામીનીબેન કુંડલીયા, બિંદુબેન ચાંદ્રાણી, બિજલબેન ચંદારાણા, વૈશાલીબેન રૂપારેલીયા, વિધીબેન સીમરીયા, રીઘ્ધીબેન કટારીયા, સુનીતાબેન ભાયાણી, પુજાબેન કુંડલીયા સહિતના કાર્યકરોની ટીમ  તેમજ   પારસ કુંડલીયા, અલ્પેશ કોટક, કિશન પોપટ, સાગર કકકડ, માલવ વસાણી, નિશાદ સુચક, નિરવ રૂપારેલીયા, ધર્મેન્દ્ર કારીયા, ભદ્રેશ વડેરા, ઉમેશ કોટેચા, ધવલ પોપટ, રઘુરાજ રૂપારેલીયા, પ્રકાશભાઈ ગઢીયા (રઘુવંશી વડાપાંઉ), આશીષ પુજારા, કલ્પીત ખંધેડીયા, દેવેન્દ્ર સોમૈયા, જય દેવાણી, દર્શન જીવરાજાની, સંદીપ ગંદા, જૈવીન વિઠૃલાણી, ગોપાલ બાટવીયા, વાસુદેવ સોમૈયા, રાજુભાઈ નાગરેચા, અમીત કોટક, લખન કોટક, ભાવેશ કાનાબાર, દર્શન રાજા, મિત સેજપાલ, સંદીપ ગોવાણી, પ્રશાંત પુજારા, જય ઘેલાણી, હિનેર અનડકટ, જેકી કકકડ, અક્ષીત ઉનડકટ, હર્ષ કારીયા, કમલેશ સોમમાણેક, હર્ષ કારીયા, વિશાલ અનડકટ, કેવલ કાનાબાર, મિતેશ અનડકટ, દિપેન તન્ના, મનીષ જીવરાજાની, હિતેશ મગેચા, મિહીર ધનેશા વિગેરે જહેમત ઉઠાવી રહયાં છે. વિશેષ વિગતો માટે મો. ૯૩ર૭૭ ૦૬૭૦૭, મો. ૮૦૦૦૩૮૩૧૬૭,  ઉપર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયું છે.

(3:31 pm IST)