Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

અન્ડર- ૧૪ રાજકોટ ક્રિકેટ કપ સંપન્નઃ શ્રીજી સ્પોર્ટસને પછાડી વાયબી સ્પોર્ટસ ચેમ્પિયન

ઝેદ બાંભણીયા, રેહાન દલ અને તેની ટીમનું ટૂર્નામેન્ટમાં શાનદાર પરફોમન્સ

રાજકોટ,તા.૧૯: અન્ડર-૧૪ કલબ ક્રિકેટ ચેમ્પિયનશીપનું આયોજન પૂર્વ રણજીટ્રોફી પ્લેયર અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના જૂનિયર સિલેકટર અને કોચ પીન્ટુ ગોસાઈ, જુનિયર કોચ પારસ ત્રિવેદી, અમિત શુકલ અને રવિ સોની દ્વારા એસએનકે સ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાએલ. જેમાં કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. તમામ ટીમોને ૨- ૨ લીગ મેચ આપવામાં આવ્યા હતા. જેમાં વાયબી સ્પોર્ટસ ચેમ્પિયન બનેલ છે.  મુખ્ય મહેમાન પૂર્વ રણજીટ્રોફી કેપ્ટન મહેન્દ્રભાઈ રાજદેવ, અતુલભાઈ કારિયા, વાયબી સ્પોર્ટસ એકેડેમી પ્રેસિડેન્ટ મનહરભાઈ ધાંધા, એક્ષ- રણજીટ્રોફી યુસુફ બાંભણિયા, અલતાફ મર્ચન્ટ, પૂનમ પંડિત ફાઈનલ મેચ નિહાળ્યો હતો.

વાયબીનો પ્રથમ એસએનકે સ્કૂલ સામે રમાયેલ. જેમાં વીબીએ પ્રથમ બેટિંગ કરી ૧૩૮ રન કર્યા હતા. જેમાં મહત્વનો ફાળો ટીમના કેપ્ટન ઝેદ બાંભણિયા ૪૮ રન (૯ ચોગ્ગા) ૨ વિકેટ અને રેહાન દલ ૫૨ (૭ ચોગ્ગા) તેમજ વિશાલ જાષી ૩ વિકેટના પરફોર્મન્સથી ટીમને જીત અપાવી હતી. મેન ઓફ ધ મેચ રેહાન દલ બનેલ.

બીજા મેચમાં આરકે સ્પોર્ટસ સામે વાયબીનો મોટા માર્જીનથી વિજય થયો હતો. જેમાં મુખ્ય પરફોર્મન્સ ઝેદ બાંભણિયા ૪૫ રન નોટ આઉટ (૯ ચોગ્ગા), ગૌરાંગ ગેરૈયા ૨૮ રન, રેહાન દલ ૨૯ રન, યશ રૂપારેલીયા અને વિરાજ વિરડીયાએ સુંદર પરફોર્મન્સ કર્યું હતું.

ત્રીજા મેચમાં વાયબીના કેપ્ટન ઝેદ બાંભણિયાએ મહત્વની બેટિંગ કરી ટીમને વિજય અપાવ્યો હતો. સ્મિત રૈયાણી ૩ વિકેટ, વિશાલ જોષી ૩ વિકેટ, વિરાજ વિરડીયા ૩૨ રન નોટ આઉટ સાથે વાયબીના ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

ફાઈનલમાં વાયબીએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરેલ. ૨૫ ઓવરમાં શ્રીજી સ્પોર્ટસએ ૧૧૨ રન કર્યા હતા. જેમાં મુખ્ય રન યુવરાજ ૩૨ હતા. વિશાલ જોષીએ ૧૮ રન આપી ૩ વિકેટ લીધેલ. ત્યાર બાદ ૧૧૨ રનના ટાર્ગેટ ચેસ કરવા ઉતરેલ વાયબીના ઓપનિંગ બેટ્સમેન રેહાન દલ અને બીવાંશુ રે બંને એ ૯ ઓવરમાં ૬૦ રન કરી મેચ પર મજબૂત પકડ મેળવવા ટીમને મદદ કરી હતી. જેમાં રેહાન દલ ૪૫ રન, બીવાંશુ રે ૩૨ રન, તેમજ ઝેદ બાંભણિયા અને વિરાજ વિરડીયા એ ૨૦- ૨૦ રન કરી બાંભણિયા મેન ઓફ ધ સીરીઝ અને વિશાલ જોષી બેસ્ટ બોલર ઓફ ટૂર્નામેન્ટ તેમજ વિરાજ વિરડીયાને બેસ્ટ વિકેટ કીપરના પુરસ્કારથી સન્માનિત કરવાામાં આવ્યા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૧૧)

(3:28 pm IST)