Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

દારૂ પી વાહન હંકારતા પાંચ પકડાયા

રાજકોટ તા. ૧૯: દારૂ પી વાહન હંકારતા શખ્સોને શોધી કાઢવાની ડ્રાઇવમાં પાંચ શખ્સો ઝડપાયા હતાં.

નવા થોરાળા-૫માં રહેતાં દિનેશ નટુભા પરમાર (ઉ.૨૬)ને તથા વિનોદનગર હુડકો કવાર્ટરના જીતુભા મુળુભા ચોૈહાણ (ઉ.૪૫)ને દારૂ પી રામનાથપરામાં બાઇક હંકારી નીકળતાં અને રામનાથપરા પોલીસ લાઇન સામે ભવાનીનગર-૩માં રહેતો સલિમ મહમદભાઇ મેમણ (ઉ.૩૫) દારૂ પી એકટીવા હંકારીને જાગનાથ ચોકી ટી-પોઇન્ટ પાસેથી નીકળતાં તથા ટાગોર રોડ વિરાણી હાઇસ્કૂલના દરવાજા પાસેથી બોખીરા ગામના વેજા અરભમભાઇ બોખીરીયા (ઉ.૨૨)ને પણ દારૂ પી સર્પાકારે વાહન હંકારતા પકડી લેવાયો હતો. આ તમામ ગુના એ-ડિવીઝન પોલીસે નોંધ્યા હતાં.

જ્યારે ન્યુ રણછોડનગર મેઇન રોડ રહેતાં મનોજ પ્રવિણભાઇ સોલંકી (ઉ.૨૮)ને દારૂ પી બાઇક હંકારી મોરબી રોડ રાજેશ ઓઇલ મીલ પાસેથી નીકળતાં બી-ડિવીજન પોલીસે પકડ્યો હતો. (૧૪.૮)

(11:47 am IST)