Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

પાંજરાપોળ પાસેથી આશિષ ૧૨ બોટલ દારૂ સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચના નિશાંતભાઇ અને મહેશભાઇની બાતમી

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચે ભાવનગર રોડ પર પાંજરાપોળ શેરી નં. ૬માં રહેતાં આશિષ ચમનભાઇ દેગામા (ઉ.૨૨)ને તેના ઘરમાંથી રૂ. ૪૮૦૦ના ૧૨ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિમોહન સરવૈયા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્સ. નિલેષભાઇ ડામોર, કોન્સ. નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે નિશાંતભાઇ અને મહેશભાઇની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

(3:57 pm IST)