Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

મુન સ્‍પેસ એવન્‍યુ બિલ્‍ડીંગમાં મોકડ્રિલ યોજાઇ

રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્‍તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્‍ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્‍ડીંગમાં રહેતા લોકોને જાગળતી માટે તા.૧૮ નાં રોજ મુન સ્‍પેસ એવન્‍યુ એપાર્ટમેન્‍ટ, રૈયા ધાર, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, તથા આ મોકડ્રીલમાં અંદાજે ૮ થી ૧૦ રહેવાસીઓ જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્‍ડ ઈમરજન્‍સી વિભાગના સ્‍ટેશન ઓફિસર એ.એસ.બારીયા લીડીંગ ફાયરમેન નાહજુભાઇ પરમાર તથા ૨ ટ્રેનર સહિતના સ્‍ટાફ દ્વારા બિલ્‍ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્‍ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્‍યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્‍ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્‍ટીંગ્‍યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્‍યનો બચાવ કરવો તે અંગે ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે માર્ગદર્શન અને મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.

(4:46 pm IST)