Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

વિધાનસભા -૬૮માં સરકારી શાળાના ૧૨ હજાર વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મીઠા મોં કરાવતા ઉદય કાનગડ

નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિવસની પૂર્વ સંધ્‍યાએ

રાજકોટ : વિકાસના સ્‍વપ્‍નદ્રષ્‍ટા અને દેશના લોકલાડીલા, યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો તા.૧૭ સપ્‍ટેમ્‍બરના રોજ જન્‍મદિવસ હતો ત્‍યારે ભારત માતાને સમગ્ર વિશ્‍વમાં ગૌરવ અપાવનાર ગુજરાતના સપ્રત નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસની પૂર્વસંઘ્‍યાએ રાજકોટ(પૂર્વ), વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય ઉદય કાનગડ તરફથી વિધાનસભા-૬૮માં સમાવિષ્‍ટ વોર્ડ નં.૩,૪,પ,૬,૧પ,૧૬માં આવતી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્‍કુલના ૧ર,પ૦૦થી વધુ બાળકોને ચોકલેટ આપી મીઠા મોં કરાવવામાં આવેલ હતા. આ તકે પૂ. રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા વડાપ્રધાનશ્રીના જન્‍મદિવસ નિમિતે જયોતિકલશ પ્રજવલીત કરી વૈદિક વિધિ દ્વારા દિર્ધાયુષ્‍યની મંગલ કામના કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્‍વીનભાઈ મોલીયાા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, વાઈસ ચેરમેન ડો. પ્રવિણભાઈ નિમાવત, પૂર્વ ડેપ્‍યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ તેમજ દિપકભાઈ સાગઠીયા, આચાર્ય વિજયભાઈ સહિતના ઉપસ્‍થિત રહયા હતા. આ તકે વિધાનસભા-૬૮માં સમાવિષ્‍ટ વોર્ડ નં.૩,૪,પ,૬,૧પ,૧૬ના વિવિધ શ્રેણીના આગેવાનો, કોર્પોરેટરો, વોર્ડ પ્રભારી,પ્રમુખ, મહામંત્રી, શિક્ષણ સમિતિ સદસ્‍યો,  તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

(4:45 pm IST)