Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

મનપા દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા' પખવાડીયા અંતર્ગત ‘પ્‍લોગીંગ રન' કાર્યક્રમ યોજાયો

મેયર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, સામાજીક સંસ્‍થા જોડાઇઃ રેસકોર્ષ સંકુલ કરાયો ચોખ્‍ખોચણાંક

રાજકોટ : ર જી ઓકટોબરે મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્‍વચ્‍છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે તેમજ આ દિવસને સ્‍વચ્‍છ ભારત દિવસ (SBD)ᅠતરીકે ઉજવવામાં આવે છે,ᅠસ્‍વચ્‍છ ભારત દિવસ ર૦૩ની પ્રસ્‍તાવના તરીકે,ᅠવાર્ષિક સ્‍વચ્‍છતા  સેવા (SHS)ᅠપખવાડિયાનું આયોજન સ્‍વચ્‍છ ભારત મિશન-ગ્રામીણ અને શહેરી (DDWS અનેᅠMoHUAᅠદ્વારા) તા.૧૫ સપ્‍ટેમ્‍બર થી તા.૨ ઓકટોબર ૨૦૨૪ સુધી સંયુક્‍ત રીતે કરવામાં આવી રહ્યું છે.જેના અનુસંધાને ᅠ“PLOGGING_RUN”ᅠકાર્યક્રમ તા.૧૭ના રોજ રેસકોર્ષ, આર્ટ ગેલેરી ખાતે માન.મેયર મતિ નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો. ‘પ્‍લોગીંગ રન' કાર્યક્રમનું ફલેગ ઓફ ઉપસ્‍થિત સૌ મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમમાં મેયર મતિ નયનાબેન પેઢડીયા,ᅠધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેંિગ કમિટી ચેરમેન  જયમીનભાઈ ઠાકર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી ડો.માધવભાઈ દવે, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, સેનિટેશન કમિટી ચેરમેન  નિલેષભાઈ જલુ, કોર્પોરેટરᅠઅલ્‍પાબેન દવે,  કુસુમબેન ટેકવાણી,  કંકુબેન ઉધરેજા,  દિલીપભાઈ લુણાગરિયા,  રાણાભાઈ સાગઠીયા,  મિતલબેન લાઠિયા,  મગનભાઈ સોરઠિયા,  સોનલબેન સેલારા,  કંચનબેન સીધ્‍ધપુરા,  રૂચીતાબેન જોશી,  દક્ષાબેન વાઘેલા,  સંજયસિંહ રાણા, પૂર્વ કોર્પોરેટર લીનાબેન રાવલ, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર  ચેતન નંદાણી, પર્યાવરણ ઇજનેર નીલેશ પરમાર, નાયબ પર્યાવરણઓ, રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારીઓ-કર્મચારીઓ, સામાજીક સંસ્‍થા  બોલબાલા ટ્રસ્‍ટનાં  જયેશભાઈ તથા સભ્‍યોᅠવગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહએ જણાવેલ કે, આપણાં લોકલાડીલાં વડાપ્રધાન અને વિશ્વ નેતા  નરેન્‍દ્રભાઈ મોદીનો આજે જન્‍મ દિવસ છે તેમની રાજકીય શરૂઆત પણ આ જ વિધાનસભા ૬૯ થી થયેલ છે. આપણે સૌ સાથે મળીને ભગવાનને એવી પ્રાર્થના કરી કે વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીને લાંબા સમય સુધી દેશના વડાપ્રધાન તરીકે દેશની સેવા ᅠકરવાની શક્‍તિ આપે.  કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્‍થ સૌ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્‍ય કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમનું શાબ્‍દિક સ્‍વાગત સ્‍ટેંિગ કમિટી ચેરમેન  જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્‍યું અને ડાયસ પરના સૌ મહાનુભાવોનું સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ દ્વારા પુસ્‍તક અર્પણ કરી સ્‍વાગત કરવામાં આવેલ. ત્‍યારબાદ ઉપસ્‍થિત સર્વે મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ, સંસ્‍થાના પ્રતિનિધિઓ, શહેરીજનો દ્વારા ‘પ્‍લોગીંગ રન' કાર્યક્રમનો શુભારંભ કરી ‘પ્‍લોગીંગ રનઙ્ઘના રૂટ પર સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી.

(4:45 pm IST)