Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિવસની ભાજપના વકીલો દ્વારા ઉજવણી કરાઇ

રાજકોટ તા. ૧૯: ગત તા. ૧૭ના રોજ ભાજપ અગ્રણી વકીલો તેમજ સમાજના પ્રતિષ્‍ઠીત લોકો દ્વારા એડવોકેટ અર્જુનભાઇ પટેલની ઓફીસ ૧, નવજયોત પાર્ક, ઝેડ બ્‍લુના શોરૂમ પાસે ૧પ૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિવસની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેશ ભકતી ગીતો ગાવાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેના ભાજપ અગ્રણી વકીલો અનિલ દેસાઇ, અજય જોષી, પી. સી. વ્‍યાસ, પ્રિયાંક ભટ્ટ, અર્જુન પટેલ, હર્ષિત શાહ, અમિત જનાણી, મહેન ગોંડલીયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

વડા પ્રધાનશ્રીના જન્‍મ દિવસ નિમિતે પ્રદેશ ભાજપ લીગલ સેલના કન્‍વીનર એડવોકેટ જે. જે. પટેલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અન્‍વયે પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ કન્‍વીનર અનીલભાઇ દેસાઇ જણાવેલ છે કે, આગામી દિવસોમાં જીલ્લા કાનુની કેન્‍દ્રો લીગલ સેલ દ્વારા ખોલવામાં આવશે તેમાં નિઃશુલ્‍ક કામગીરી માટે લીગલ સેલના વરીષ્‍ઠ અને પ્રતિષ્‍ઠીત એડવોકેટ સેવા આપશે.

(4:37 pm IST)