Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

ગજાનન મહારાજનું મેઘરાજા દ્વારા સ્વાગત !

આજથી ગણેશોત્‍સવના શ્રી ગણેશ થઇ રહ્યા છે. વિવિધ મંડળો શોભાયાત્રારૂપે ગણપતિદાદાની મૂર્તિ પધરાવી રહ્યા છે. જોકે આજે સવારથી જ મેઘરાજા ઝરમર વરસીને ગજાનન મહારાજનું સ્‍વાગત કરી રહ્યા હોય તેવો ભીનો-ભીનો માહોલ સર્જાયો છે. ઝરમર વરસાદના કારણે જનજીવન પણ ઠંડુ પડી ગયું હતું. ઉત્‍સવોના સમયમાં વ્‍યાપાર-ધંધા ગરમી પકડશે તેવી આશામાં રહેલા દુકાનદારો ગ્રાહકોની રાહ જોઇ રહ્યા છે. મેઘાવી માહોલમાં ધંધા પણ ઠંડા પડી ગયા છે. આજે સવારની મેઘલી તસવીરોમાં લોકો પલળતા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(4:37 pm IST)